Muharram 2019- જાણો કેમ મનાવાય છે મોહરમ

સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (11:04 IST)
મોહરમ ઈસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે જે ચંદ્રના હિસાબથી ચાલે છે. ઈસ્લામી વર્ષનો આ મહિનો દુનિયાભરના મુસ્લિમો માટે ઐતિહાસિક રૂપે ખૂબ મહત્વપૂર્ણ છે. 
 
મુસ્લિમ સમાજમાં સુન્ની અને શિયા બંને મળીને મોહરમ મનાવે છે. જો કે બંનેની રીતમાં ફરક હોય છે.. ઈસ્લામ ધર્મમાં રમઝાન પછી મોહરમના મહિનાને બીજો સૌથી પાક મહિનો માનવામાં આવે છે. 
 
કેમ ઉજવાય છે મોહરમ 
 
આજથી લગભગ 1400 વર્ષ પહેલાની વાત છે સન 61 હિઝરીના મોહરમનો મહિનો હતો.. જ્યારે મોહમ્મદ સ.અ.વ ના દૌહિત્ર (નવાસા) ઈમામ હુસૈનને તેમના 72 સાથીયો સાથે ખૂબ જ નિર્દયતાપૂર્વક કર્બલા ઈરાકના બયાબાનમાં જુલમી યજીદી ફૌજે શહીદ કર્યા હતા. 
 
ઈમામ હુસૈનની શહાદતની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે. આ કોઈ તહેવાર નથી પણ માતમ(શોક)નો દિવસ છે. 
 
શિયા કરે છે માતમ - શિયા સમુહના લોકો 10 મોહરમના દિવસ સુધી કાળા કપડા પહેરીને લોહિયાળ માતમ કરે છે. માતમ દરમિયાન ઈમામ હુસૈનને યાદ કરતા પોતાના શરીર પર વાર કરે છે... (શરીરને પીડા આપે છે) 10 મોહરમને આશૂરા પણ કહેવામાં આવે છે.  
 
10 મોહરમના દિવસે મુસ્લિમ સમાજના લોકો ઈમામ હુસૈનની યાદમાં બનેલા તાજિયાને કબ્રસ્તાન પર લઈ જઈને શહીદ કરી નાખે છે. આ ઈસ્લામી મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો લગ્નમાં ભાગ લેતા નથી. 
 
સુન્ની રાખે છે રોજા 
 
બીજી બાજુ મુસ્લિમ સમાજમાં સુન્ની સમુહના લોકો આ ઈસ્લામી મહિનામાં 10 મોહરમના દિવસ સુધી રોજા રાખે છે. સુન્ની સમુદાયના લોકો શિયા સમુહના લોકોની જેમ માતમ કરતા.નથી 
 
ઈમામ હુસૈનની સાથે કબ્રસ્તાનમાં શહીદ થયેલા લોકોને યાદ કરવામાં આવે છે અને તેમની આત્માની શાંતિ માટે દુઆ કરવામાં આવે છે.  61 હિજરીમાં શહીદ થયેલા લોકોને એક પ્રકારની શ્રધ્ધાંજલિ આપવાની આ રીત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર