સવંત 2064 કાર્તક સુદી-5 ગુરૂવાર, તા-15-11-07ના રોજ લાભ પાંચમ મનાવવામાં આવશે. આજના દિવસને જ્ઞાનપંચમી નામથી ઓળખવામાં આવે છે એટલે પવિત્ર, વિદ્યારંભ, આજે થાય 'શુભ મંગલ, પાવન'. આજ દિવસને ગુજરાતીઓ લાભ પાંચમના નામે ઓળખે છે. અને વેપાર-ધંધા શરૂ કરે છે.
આજે મધરાતથી અમદાવાદ સહિત રાજયની સાત મહાનગર પાલિકામાંથી ઓકટ્રોય નાબૂદ થઇ જશે એ વાતથી જ વેપારી આલમમાં ઉલ્લાસ ફેલાઇ ગયો છે. લાભ પાંચમ સુધી તો શહેરના બજારો બંધ છે પરંતુ ‘ઓકટ્રોય મુકત’ વેપારના મુહૂર્ત માટે વેપારીઓ તૈયારીઓ કરી રહ્યા છે.
લાભ પાંચમથી જકાત નાબૂદ થયાં બાદ લોકોને સીધો ફાયદો વાહન ખરીદવા પર વસુલાતી જકાત બંધ થવાથી થશે. રૂ.પ૦ હજારની કિંમતનું બાઈક ખરીદો તો હાલ ખરીદનારે રૂ. ૧પ૦૦ જકાત સ્વરૂપે ભરવા પડે છે. જે લાભ પાંચમથી ભરવા નહીં પડે. મહિને પ૦૦ રૂપિયાનું પેટ્રોલ ગણો તો ત્રણ મહિનાનો પેટ્રોલનો ખર્ચ નીકળી જાય એટલો ફાયદો થશે. જેના કારણથી એવી ગણતરી મૂકવામાં આવી રહી છે કે, દિવાળી જેવા પર્વે ધનતેરસનાં દિવસે લાભ પાંચમે થતી વાહનોની ખરીદી લાભ પાંચમ પર ઠેલાશે. કારણ કે, ચોથનાં રાત્રે બારનાં ટકોરા બાદ એટલે કે, લાભ પાંચમ શરૂ થવાની સાથે જ જકાત ભૂતકાળ બની જશે. જકાત નાબૂદ થયાં બાદ દરેક ચીજ વસ્તુ પર વેપારીએ જકાતનાં સરેરાશ ત્રણ ટકાનો સીધો ફાયદો થશે. જેનો સરવાળે આમ પ્રજાને લાભ થશે. હાલ તો દેખિતો લાભ વાહનોની ખરીદી પર થવાનો છે.
દિવાળી પછી લોકો આ દિવસની ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે. કારણ કે એવી માન્યતા છે કે આ દિવસ ખૂબ શુભ હોય છે, જો કોઈ પણ નવા કામની શરૂઆત જો આ દિવસે કરવામાં આવે તો તેમાં ફાયદો જ ફાયદો થાય છે. તેથી જ તો વેપારીઓ પોતાના નવા ધંધાનું મૂર્હુત આ દિવસે કરે છે. કોઈપણ બીઝનેસ આપણે ફાયદા માટે જ કરતાં હોય છે અને દરેક ઈચ્છે છે કે તેમને તેમના નવા બીઝનેસમાં નફો જ નફો થાય તેથી લોકો ખાસ કરીને લાભ પાંચમની રાહ જોતા હોય છે.
ઘણા લોકો તો પોતાના મકાનની વાસ્તુ પૂજા, નવા વાહનની ખરીદી કે સોનાની ખરીદી વગેરે પણ આ દિવસે કરતાં હોય છે. આ દિવસે કોઈ મૂર્હુત જોવાની જરૂર નથી હોતી કારણકે આ આખો દિવસ શુભ જ ગણાય છે.