ધનતેરસના ચમત્કારીક ટોટકા, મંત્ર અને ઉપાય ... કરોડપતિ બનવું છે તો જરૂર અજમાવો

મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (13:04 IST)
કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીને ધનતેરસ અને અમાસને દિવાળીનો તહેવાર માનવામાં આવે છે. આ બંને દિવસ ધન સંબંધી ઉપાય કરવા માટે સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. ધનતેરસના દિવસે દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ અને દિવાળી પર ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. 
ધનતેરસના દિવસે કેટલાક ટોટકા કરી તમે તમારા જીવનમાંઆવી રહી ધન સંબંધી પરેશાનીને હમેશા માટે દૂર કરી શકો છો. કહેવું છે કે આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય છે, તેનો 13 ગણુ ફળ મળે છે. 
 
- શુભ મૂર્હત જોઈને નવી ગાદી પાથરો. સાંજના સમયે તેર દીવા સળગાવી તિજોરીમાં કુબેરની પૂજા કરો. 
- ત્યારબાદ નિમ્ન મંત્ર દ્વારા ચંદન, ધૂપ, દીપ, નૈવેધથી પૂજન કરો. 
 
યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્ય અધિપતયે
ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય સ્વાહા 
 
- ત્યારબાદ કપૂરથી આરતી ઉતારીને મંત્ર પુષ્પાજંલિ અર્પિત કરો. તેનાથી તમારી ધન સંબંધી પરેશાનીઓ દૂર થશે. જાણો બીજા ઉપાય 
 
ધનતેરસના દિવસે કેટલાક ટોટકા કરી તમે તમારા જીવનમાંઆવી રહી ધન સંબંધી પરેશાનીને હમેશા માટે દૂર કરી શકો છો. કહેવું છે કે આ દિવસે જે પણ શુભ કાર્ય કરાય છે, તેનો 13 ગણુ ફળ મળે છે. 
 
* આ દિવસે 13 દીવા ઘરની અંદર અને 13 ઘરની બહાર મૂકવું. તેનાથી દરિદ્રતા, અંધકાર અને ઘરની નકારાત્મકતા દૂર હોય છે. 
* ધનતેરસના દિવસે તમારા પરિવારના સભ્યો માટે સામાન કે ભેંટ ખરીદવી. બહારના લોકોને માટે કોઈ ભેંટ ન ખરીદવી. 
* જો તમારી પાસે ધન કે પૈસા નહી રોકાતું હોય તો, આ ધનતેરસથી દીવાળીના દિવસ સુધી માતા લક્ષ્મીને પૂજાના સમયે એક લવિંગના જોડી ચઢાવો. 
* ધનતેરસના દિવસે જો તમે ખાંડ, પતાશા, ખીર, ચોખા, સફેદ કપડા કે બીજા સફેદ વસ્તુઓ દાન કરો છો, તો તમને ધનની કમી નહી થશે. જમાપૂજી વધવાની સાથે કાર્યમાં આવી રહી મુશ્કેલીઓ પણ દૂર થશે. 
* ધનતેરસના દિવસે કોઈ કિન્નરને ધન દાન કરો અને તેમાથી એક રૂપિયા માંગી  વિનંતી કરીને લઈ લો. કિન્નર જો તમને તે સિક્કા ખુશીથી આપે તો વધારે સારું. નહી તો  વિનંતી કરીને લઈ લો. આ રૂપિયાને સફેદ કાપડમાં બાંધીને  તિજોરીમાં મુકવાથી ધન લાભ થશે.
* આ દિવસે તમારા દ્વારે કોઈ ભિખારી, સફાઈકર્મી કે ગરીબ આવે તો, તેને ખાલી હાથ ન મોકલો. તેને કઈક જરૂર આપવું. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને તમને સમૃદ્ધિની આશીષ આપે છે. તેનાથી તમારા દરેક કાર્યમાં સફળતા પણ મળશે. 
* જો તમારી કોઈ પણ કાર્યમાં સફળતા જોઈએ તો,  આ ધનતેરસ તમે તે ઝાડની ડાળી તોડી લાવો જેના પર ચામાચીડિયું બેસતા હોય તે ડાળીને ડ્રાઈંગ રૂમમાં મૂકવાથી ધનની પ્રપ્તિની સાથે સમાજમાં પ્રતિષ્ઠા પણ વધે છે. 
* આ દિવસે કોઈ મંદિરમાં જઈને કેળાના છોડ કે કોઈ સુગંધિત છોડ લગાવવી. જેમ આ મોટું થશે તમારી જીવનમાં સફળતા વધશે.
* ધનતેરસના દિવસે કોઈની બુરાઈ ન કરવી. આ દિવસે કોઈથી ઝગડો નહી કરવું. તેનાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા નહી રહે છે. 
* ધનતેરસના દિવસે પૂજા પહેલા દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ઘરના ચારે બાજુ થોડું થોડું છાંટવું. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો આગમન હોય છે. તે સિવાય આ જળ પૂજામાં શામેલ લોકો પર પણ છાંટવું. તેનાથી મન પવિત્ર હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર