આ દિવાળીએ આ રીતે સજાવો ઘર.. દૂર થશે નકારાત્મકત ઉર્જા.. કરો આ 5 ઉપાય

મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (09:36 IST)
દિવાળી પહેલા મા લક્ષ્મીના સ્વાગત માટે ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. આ જ એ દિવસ હોય છે જ્યારે બધા મા લક્ષ્મીની ઉપાસના કરી મા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. વાસ્તુ મુજબ આ દિવસે કેટલાક ઉપાયો અપનાવીને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કરી શકાય છે. 
 
1. ઘરના મુખ્ય દરવાજાના ઠીક સામે કોઈપણ કાચ ન મુકવો જોઈએ. વાસ્તુ મુજબ એવુ કહેવાય છેકે ઘરના દરવાજા પર લગાવેલ કાચ સારી ઉર્જાને ઘરમાં આવતા રોકે છે. 
 
2. વાસ્તુ મુજબ જો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશની મૂર્તિ લગાવવા માંગો છો તો એક મૂર્તિ આગળ તરફ મોઢુ કરીને અને બીજી મૂર્તિ અંદર તરફ મોઢુ કરીને લગાવવી જોઈએ. 
 
3. ઘરના કેન્દ્રીય સ્થાન મતલબ આંગણમાં ફૂલોનો ગુલદસ્તો જરૂર મુકો. આનાથી તમારા ઘરમાં સકારાત્મક એનર્જી આવે છે. 
 
4. મુખ્ય દરવાજાના ખૂણે ખૂણામાં અગરબત્તી અને ધૂપ જરૂર લગાવવી જોઈએ. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. 
 
5. વાસ્તુ મુજબ ઘરના દરવાજાની બહાર ડૉગની મૂર્તિ સજાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વાસ્તુ મુજબ આ તમારા ઘરને નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓને બહાર કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર