શાસ્ત્રો મુજબ દિવાળીના 5 દિવસોમાં ન કરવું આ 7 કામ

મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (07:30 IST)
દિવાળીના 5 દિવસોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરાય છે, પૂજા કરાય છે, પણ આ ઉપાયોના સાથે જ કેટલીક સાવધાનીઓ પણ રાખવી જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દિવાળીમાં અમી કયાં-કયાં કામ ન કરવા જોઈએ. અહીં વર્જિત કરેલ કામ દિવાળી પર કરાય તો ઘણા ઉપાય કર્યા પછી પણ લક્ષ્મી કૃપા પ્રાપ્ત નહી થઈ શકતી. 
સવારે મોડે સુધી ઉંઘવું 
આમ તો દરરોજ સવરે જલ્દી ઉઠવું જોઈએ, પણ ઘણા લોકો એવા હોય છે જે સવારે મોડે ઉઠે છે. શાસ્ત્રો મુજબ દિવાળીના દિવસોમાં બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠી જવુ જોઈ. જે લોકો આ દિવસે સૂર્યોદય પછી પણ સૂતા રહે છે તેને મહાલક્ષ્મીની કૃપા મળતી નથી. 
માતા-પિતા અને વડીલોનો અપમાન ન કરવું. 
દિવાળી પર આ વાતનો પણ ધ્યાન રાખો કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ અધાર્મિક કામ ન હોય. માતા-પિતા અને વડીલના સમ્માન કરવું. જે લોકો માતા-પિતાનો અનાદર કરે છે તે ઘરમાં દેવી -દેવતાઓની કૃપા નહી હોય છે. અને દરિદ્રતા બની રહે છે. કોઈને દગો ન આપવું. ઝૂઠ ન બોલવું. બધાથી પ્રેમ-પૂર્વક વ્યવહાર કરવું. 
 
ઘરમાં ગંદગી ન રાખવી 
દિવાળી પર ઘરમાં ગંદગી નહી હોવી જોઈએ. ઘરના ખૂણા-ખૂણા એકદમ સાફ અને સ્વસ્છ્ હોવા જોઈએ. કોઈ પણ પ્રકારમી દુર્ગંધ ઘરમાં કે ઘરની આસપાસ નહી હોવી જોઈએ. સફાઈની સાથે ઘરને સુંગંધિત કરતા પદાર્થોનો ઉપયોગ કરવું જોઈએ. 
 
ક્રોધ ન કરવું- 
દિવાળી પર ક્રોધ ન કરવું જોઈએ અને બૂમાબૂમ કરવું પણ અશુભ રહે છે. જે લોકો આ દિવસે ક્રોધ કરે છે કે બૂમાબૂમ કરે છે તેને પણ લક્ષ્મીની કૃપા નહી મળતી. ઘરમાં શાંત, સુખદ અને પવિત્ર વાતાવરણ બનાવી રાખવું જોઈએ. લક્ષ્મી એવા ઘરોમાં નિવાસ કરે છે જ્યાં શાંતિ રહે છે. 
 
સાંજના સમયે ન સોવું 
કેટલીક ખાસ પરિસ્થિતોને મૂકી દિવસમાં કે સાંજના સમયે સોવું નહી જોઈએ. જો કોઈ માણસ રોગી છે વૃદ્ધ છે કે કોઈ સ્ત્રી ગર્ભવતી છે તો એ દિવસમાં કે સાંકે સૂઈ શકે છે. પણ સ્વસ્થ માણસને દિવસમાં કે સાંજે નહી સૂવો જોઈએ. શાસ્ત્રો મુજ્બ જે લોકો એવા સમયે સૂઈ છે એ નિર્ધન બન્યા રહે છે. 
 
ઝગડો ન કરવું
આ દિવસે ઘરમાં આ ધ્યાન રાખો કે કોઈ પણ રીતનો વાદ-વિવાદ કે કલેશ કે ઝગડો નહી હોવા જોઈએ. ઘર-પરિવારના બધા સભ્ય પ્રેમથી રહેવું અને ખુશીનો વારાવરણ રાખવાથી દેવીની કૃપા મળે છે. 
 
નશા ન કરવું 
શાસ્ત્રો મુજબ આ દિવસોમાં કોઈ પણ પ્રકારનો નશા કરવું વર્જિત છે. જે લોકો દિવાળીના દિવસે નશા કરે છે એ હમેશા દરિદ્ર રહે છે. નશાની હાલતમાં ઘરમાં શાંતિ ભંગ પણ હોઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર