Refresh

This website p-gujarati.webdunia.com/article/crime-news/turning-a-12-year-old-girl-in-surat-women-who-have-given-chilli-powder-water-in-private-part-123051000019_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

Crime news- સુરતમાં 12 વર્ષની બાળકી પર જુલમ, ગુપ્તાંગમાં મરચાની ભુકીનું પાણી નાંખી ડામ આપનારી મહિલાઓ ઝડપાઈ

બુધવાર, 10 મે 2023 (14:01 IST)
Surat crime news-સુરતમાં હાથના રુંવાડા ઉભા કરી નાખે એવી ઘટના બની છે. શહેરમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ અને અપહરણની ઘટનાથી ભારે ચકચારી મચી ગઈ છે. સરથાણા પોલીસે દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે બે બહેનોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, દુષ્કર્મ પીડિતા કિશોરી સામે અત્યાચાર મામલે સંગીતા ઉગરેજીયા અને મનીષા ચોવસિયા નામની બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. સંગીતાના પતિ ઉમેશે 8 એપ્રિલે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બે બહેનો મનિષા અને સંગીતાએ સગીરાનું અપહરણ કર્યું હતું.  અપહરણ બાદ કિશોરીના ગુપ્તાંગમાં મરચાંની ભૂકીનું પાણી નાખ્યું હતું. ગરમ સળિયા વડે ગુપ્તાંગ અને જાંઘ પર ડામો આપ્યા હતા. આ ઉપરાંત જો પોલીસમાં ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જોકે, સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા સરથાણા પોલીસે ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી છે. જે સંદર્ભે સરથાણા પોલીસે અગાઉ મધુબેન છનાભાઈ મીઠાભાઈ સોલંકી અને કિરણબેન ઉર્ફે ટીના રસિકભાઈ શાંતિભાઈ વાણોદીયાને ઝડપી પાડી હતી. જ્યારે અન્ય બે મહિલા આરોપી ફરાર થઈ ગઈ હતી. દરમિયાન શહેર એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ફરા૨ બંને મહિલા આરોપી પૈકીની સંગીતાબેન ઉમેશભાઈ વશરામભાઈ ઉગરેજીયા અને મનીષાબેન છનાભાઈ મીઠાભાઈ ચોવસીયાને ઝડપી તેનો કબજો સરથાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર