19 વર્ષીય મહિલાને દિલ આપી બેસ્યો 7 બાળકોના પિતા પ્રેમ-લગ્ન કરી હાઈકોર્ટથી માંગી સુરક્ષા

શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (21:53 IST)
પ્રેમ આંધડો હોય છે અને ઉંચ-નીચ, ઉમ્ર અને જાતિ નથી જોય પ્રેમ કોઈને પણ ક્યારે પણ થઈ શકે છે. પ્રેમમાં પડેલા પ્રેમી દર સ્થિતિમાં એક બીજાને મેળવવા માંગે છે આ માટે તેમને કોઈ પણ પડકારનો સામનો કેમ ન કરવો? પ્રેમીઓ રસ્તા ત્યારે વધુ મુશ્કેલ બને છે જ્યારે તેઓ પહેલેથી જ પરિણીત હોય અને બાળકો પણ હોય .
 
હરિયાણાના પલવલ જિલ્લાના હાથિનમાં બે પ્રેમીઓ વચ્ચે પ્રેમ લગ્નનો આવો જ એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 67 વર્ષીય વ્યક્તિએ 19 વર્ષની છોકરી સાથે લગ્ન કર્યા હતા. હવે તે બન્ને તેમના સંબંધિત પરિવારોના ડરથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સુરક્ષાની માંગણી કરી છે.  જોકે, સુરક્ષા હજુ મળી નથી.

જાણવા મળ્યા મુજબ હાઇકોર્ટમાં 10 ઓગસ્ટે સુનાવણી થવાની છે.વડીલ અને યુવતી બંને પરણિત છે. વડીલને સાત બાળકો પણ છે, જે તમામ પરિણીત છે.આ બાબતે માહિતી આપતા ડીએસપી હાથિન રતનદીપ બાલીએ જણાવ્યું હતું કે, હાથીનના હંચપુરી ગામના રહેવાસી 67 વર્ષીય વ્યક્તિએ નુહ જિલ્લાના એક ગામની 19 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા છે. અને હવે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેને તેના પરિવારના સભ્યોથી જીવનું જોખમ છે. હાઈકોર્ટ તરફથી આદેશ મળ્યો છે કે આ મામલાની તપાસ થવી જોઈએ અને બંનેને સુરક્ષા જોઈએ.  આ સાથે, એ પણ શોધી કાવું જોઈએ કે આ લગ્ન કયા સંજોગોમાં થયા. વૃદ્ધ માણસની પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું.
 
ડીએસપીએ કહ્યું કે કોર્ટ દ્વારા આ મામલે પોલીસને આપવામાં આવેલા આદેશો પર પોલીસ દ્વારા તે જ આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેનો જવાબ સમયસર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે છોકરીના પરિવારના સભ્યોને ગામમાં જમીન બાબતે થોડો વિવાદ ચાલી રહ્યો હતો અને વૃદ્ધ વ્યક્તિ મદદ માટે તેમના ઘરે જતો હતો. આ સમય દરમિયાન બંને પ્રેમમાં પડ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર