શરમજનક - MP માં 60 વર્ષની વૃદ્ધા પર રેપ, દુષ્કર્મ કરનારા 5 લોકોમાં 2 સગીરનો સમાવેશ

મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (23:31 IST)
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં 60 વર્ષીય એક મહિલા પર બળાત્કારના આરોપમાં 18 વર્ષથી ઓછી વયના બે સગીર સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના રવિવારે રાત્રે સિંગરૌલીમાં રેલવે ક્રોસિંગ પાસે બની હતી જ્યારે મહિલા પોતાના ઘરે જઈ રહી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે દારૂના નશામાં ધૂત  પાંચ પુરુષોએ મહિલાને જોઈ અને તેને ઝાડીમાં ખેંચીને તેની સાથે દુષ્કર્મ કર્યુ. 
 
ત્યારબાદ આરોપીઓ ભાગી ગયા અને મહિલા નજીકના પોલીસ સ્ટેશન પહોંચવામાં સફળ રહી, જ્યાં તેણે આ ઘટના અંગે રિપોર્ટ નોંધાવી. સિંગરૌલીના પોલીસ અધિક્ષક અનિલ સોનકરે જણાવ્યું હતું કે ઘટના સમયે મહિલા ઘર તરફ જઈ રહી હતી. માહિતી મળતા જ પોલીસે તરત જ પગલા લીધા અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી.પોલીસે જણાવ્યું કે આરોપીઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે.
 
મધ્યપ્રદેશમાં જાન્યુઆરી 2017 થી જૂન 2021 સુધી બળાત્કારના 26,708 કેસ, સામૂહિક બળાત્કાર પછી હત્યાના 37 કેસ અને સગીર છોકરીઓના અપહરણના 27,827 કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે ગયા અઠવાડિયે આ માહિતી આપી હતી.
 
આ મહિનાની શરૂઆતમાં, મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં 50 વર્ષીય મહિલા દર્દી પર કથિત રીતે વોર્ડ બોય દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર