તાલિબાનીઓથી જીવ બચાવવા મુંબઈની લોકલ ટ્રેનની જેમ વિમાનમાં ભરાયા અફગાની, જુઓ દર્દનાક video

મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (15:42 IST)
અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજા થતા કાબુલ એરપોર્ટ પર ત્યાંથી ભાગી રહેલા લોકોની ભીડ જોવા મળી રહી છે. સોમવારે, જ્યાં દુનિયાએ લોકોને ઉડતા વિમાનમાંથી નીચે પડતા જોયા, હવે મંગળવારે બીજી તસવીર આવી છે જે ત્યાંની ભયાનક પરિસ્થિતિને કહેવા માટે પૂરતી છે. આ તસવીર યુએસ એરફોર્સના સી -17 વિમાનની છે. આ વિમાનમાં જોવા મળતી મુસાફરોની ભીડ મુંબઈની લોકલ ટ્રેન કરતા પણ વધુ છે.

 
આ અમેરિકન કાર્ગોમાં આશરે 640 અફઘાન નાગરિકો જોવા મળી રહ્યા છે, જ્યારે આ વિમાનમાં સામાન્ય રીતે 150 સૈનિકો યાત્રા કરી શકે છે અથવા 77 હજાર 565 કિલોગ્રામ કાર્ગો લઈને જઈ શકાય છે.
 
નવાઈની વાત એ પણ છે કે યૂએસ એયરફોર્સના સી-17 વિમાનના ક્રૂએ ભીડથી ભરેલા હોવા છતા પણ વિમાનને મુકામ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો. 
 
ધ સન'ની રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે બે C-17 કાર્ગો જેટ મોકલ્યા છે. આગામી અઠવાડિયે અમેરિકા આવા વધુ વિમાનો મોકલીને પોતાના સૈનિકો અને કર્મચારીઓને પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર