મોબાઈલ પર અશ્લીલ ફિલ્મ જોઈ, બહેન પાસે સૂઈ રહી હતી, ભૂલથી થઈ ગયુ ગંદુ કામ... બહેનના હત્યારાને બચાવતી રહી મા

શનિવાર, 27 જુલાઈ 2024 (12:25 IST)
મઘ્ય પ્રદેશમાં રિવાના જવા ક્ષેત્રમાં ભાઈએ મોબાઈલ પર અશ્લીલ ફિલ્મ જોયા પછી પોતાની સગી બહેન સાથે દુષ્કર્મ કર્યુ. બહેને બધી વાત પપ્પાને બતાવવાની ધમકી આપી તો તેનુ ગળુ દબાવીને હત્યા પણ કરી નાખી. ત્યારબાદ મા અને 2 મોટી બહેન અપરાધ છુપાવવામાં રહી. પોલીસને ભટકાવવાની પુરી કોશિશ કરી. પણ છેવટે અપરાધી બચી ન શક્યો. પોલીસે ચારેયની ધરપકડ કરી લીધી છે. 
 
 ત્રણ મહિના પહેલા પોલીસે કેસ નોંધાવ્યો હતો. ત્યારથી તપાસ ચાલી રહી હતી. ઘટના પછી પરિવારના લોકોએ હકીકત છિપાવ્યા પછી પણ ખૂબ નાટક કર્યુ. પોલીસ વિરુદ્ધ ઘરણા પણ આપી. 
 
શરૂઆતમાં ભટકતી રહી પોલીસ, આ રીતે પહોચી આરોપી સુધી 
 
-કેસ નોંધાયા બાદ પોલીસે પહેલા ગામની આસપાસ તપાસ શરૂ કરી હતી.
-  પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરવાનો ઘણી વાર પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ સહકાર આપ્યો નહીં.
- ઉલટું માતા અને અન્ય બહેનોએ પોલીસ પર આક્ષેપ કરીને વિરોધ શરૂ કર્યો હતો.
- તપાસને વાળવા માટે પરિવારના સભ્યો પોતે જ પોલીસને અનેક શકમંદોના નામ જણાવી રહ્યા હતા.
- પોલીસે 3 મહિનામાં 55 લોકોના ડીએનએ ટેસ્ટ કરાવ્યા, પરંતુ કોઈ મેળ ન પડ્યો.
-  અંતે ઘટનાસ્થળેથી મળી આવેલી બેડશીટ અને આરોપી ભાઈનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
- ડીએનએ મેચ થતાં જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કડકાઈથી પૂછતાં માતાએ બધું કહ્યું.
 
દુષ્કર્મ અને હત્યા મામલાની ગુંચવણ ઉકેલી લેવામાં આવી છે. મુખ્ય આરોપી ભાઈ જ છે. જ્યારે કે તેની મા અને બે બહેનોએ પુરાવા છિપાવવામાં તેની મદદ કરી છે. ચારેયની ધરપકડ કરવામાં આવી ચુકી છે. - વિવેક કુમાર લાલ, અતિરિક્ત પોલીસ અધીક્ષક રીવા. 
 
- ચાલાક નીકળ્યો ભાઈ, પોલીસે આ રીતે સ્વીકાર કરાવ્યો ગુન્હો 
પોલીસની સામે ચાલાક ભાઈએ સહેલાઈથી પોતાનો અપરાધ કબૂલ કર્યો. એ કેટલો ચાલાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે પોલીસને જ પુછી રહ્યો હતો કે તેને કેટલા દિવસની સજા થશે.  જ્યારે પોલીસે જણાવ્યુ કે એ સગીર છે તેને સજા નહી થાય  તેની બહેનો પણ છૂટી જશે. માતાને મામુલી સજા થશે તો તેને ગુનો કબૂલી લીધો. 
 
તેણે જણાવ્યુ કે બંને ભાઈ બહેન રાત્રે સૂઈ રહ્યા હતા. ભાઈએ મોબાઈલ પર અશ્લીલ વીડિયો જોયો અને એ વીડિયોના પ્રભાવથી ઉત્તેજીત થઈને પાસે સૂઈ રહેલી નાની બહેનનુ મોઢુ દબાવીને તેનો રેપ કર્યો. બાળકીએ કહ્યુ કે બધી વાત પપ્પાને બતાવી દઈશ. તો તેણે માસુમ બાળકીનુ ગળુ દબાવી દીધુ. બહેનનુ ગળુ દબાવ્યા પછી ભાઈએ પોતાની માતાને જગાડી અને બધી વાત કરી. બાળકીની માતાએ આવીને જોયુ તો બાળકીનો શ્વાસ ચાલી રહ્યો હતો.  ભાઈએ ફરીથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. 
 
એટલામાં બંને બહેનો પણ જાગી ગઈ. બધાએ નક્કી કર્યુ કે સત્ય છિપાવી દઈશુ. બધા પોલીસ સામે ખોટી સ્ટોરી ઉપજાવીને પોલીસને ગેરમાર્ગે દોરતા રહ્યા. આ ઘટનામાં પોલીસે 17 અને 18 વર્ષની બહેન સહિત માતાને પણ આરોપી બનાવી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર