તેંદુલકરને આમંત્રીત કરશે સીએ

વાર્તા

ગુરુવાર, 6 નવેમ્બર 2008 (10:50 IST)
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડ 2009થી ઘરેલુ ક્રિકેટ મેચ ટ્વેંટી20 શરૂ કરશે, જેમાં રમવા માટે સીએ માસ્ટરબ્લાસ્ટર સચિન તેન્દુલકર જેવા ક્રિકેટરોને આમંત્રિત કરશે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યુ હતું કે અન્ય દેશોના નામી અને ધુરંધર ખેલાડીઓની ટ્વેંટી20માં હાજરીથી આ મેચમાં ચારચાંદ લાગી જશે.

ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝિલેંડ સાથે મળીને 2011 સુધી દક્ષિણ ગોળાર્ધમાં પણ ટ્વેંટી20 પ્રતિયોગિતા શરૂ કરવાની દિશામાં છે. જેમાં આઈસીએલ પણ ભાગ લઈ શકશે.

વેબદુનિયા પર વાંચો