INDvNZ: કપ્તાન વિરાટને અંતિમ ઓવરમાં શુ ડર લાગી રહ્યો હતો...

બુધવાર, 8 નવેમ્બર 2017 (11:11 IST)
ટ્વેંટી 20 શ્રેણીમાં 1-2ની હાર સાથે જ ન્યૂઝીલેંડનો ભારત પ્રવાસ ખતમ થયો. બુધવારે ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે નિર્ણાયક ટ્વેંટી-20 મેચ રમાશે.  જેને ભારતે છ રનથી જીતીને શ્રેણી પર કબજો જમાવ્યો. 
તિરુવનંતપુરમમાં આ મેચ રમવામાં આવી અને  અને વરસાદને કારણે આ મેચને આઠ આઠ ઓવરને એકરવામાં આવી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટ પર 67 રન બનાવ્યા હતા. જવાબમાં કીવી ટીમ નિર્ધારિત આઠ ઓવરમાં 6 વિકેટ પર 61 રન જ બનાવી શકી. 
 
હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવર ફેંકી હતી. જેમા ન્યૂઝીલેંડને જીત માટે 18 રનની જરૂર હતી. બુમરાહે મેચમાં બે વોરમાં 9 રન આપીને બે વિકેટ લીધી જ્યારે કે યુઝવેન્દ્રએ બે ઓવરમાં માત્ર આઠ રન આપ્યા. આ રીતે આ બંનેયે ન્યૂઝીલેંડ પર ખૂબ દબાણ નાખ્યુ. 
 
વિરાટના મુજબ અમે ખુશ છીએ કે આ મેચમાં અમે જીત મેળવી શક્યા. આ રોમાંચક મેચ હતી. અમને આશા હતી કે અમે જોરદાર ટક્કર આપીશુ. અમે થોડા નર્વસ હતા કે શુ અમે અમારુ લક્ષ્ય સારુ આપ્યુ કે નહી..  તમારે આ પ્રકારની મેચમાં આગળ રહીને જીત નોંધાવવાની હોય છે.  યુવકોએ બતાવ્યુ કે તેઓ દબાણમાં કેવી રીતે રમી શકે છે.. જ્યારે પંડ્યાને હાથમાં વાગ્યુ તો મને લાગ્યુ કે અંતિમ ચાર બોલ મને ફેંકવી પડી શકે છે. 
 
અંતિમ ઓવરમાં પડ્યાના હાથમાં વાગ્યુ હતુ. જ્યાર પછી તેમને દુખાવો થઈ રહ્યો હતો.. જો કે તેમણે પોતાની ઓવર પૂરી કરી નએ ટીમ ઈંડિયાને જીત અપાવી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર