BCCI નુ મોટુ એલાન, ટીમ ઈંડિયાનો કોચ રહેશે આ મોટો દિગ્ગજ

બુધવાર, 29 નવેમ્બર 2023 (16:23 IST)
Rahul Dravid Team India Head Coach : આઈસીસી વર્લ્ડ્સ કપ 2023 પછી હવે બીસીસીઆઈની તરફથી મોટુ એલાન કરવામાં આવ્યુ છે.  વનડે વિશ્વ કપ ફાઈનલ 19 નવેમ્બરના રોજ રમાઈ હતી. તેમા ટીમ ઈંડિયાની હ રીફાઈ ઓસ્ટ્રેલિયા સાથે થઈ. પણ ત્યા તેને હારનો સામનો પડ્યો.  મોટી વાત એ છે કે એ દિવસે ટીમ ઈંડિયાના હેડ કોચ રહેલ રાહુલ દ્રવિડનુ પણ કાર્યકાળ સમાપ્ત થઈ ગયુ હતુ. ત્યારબાદ એવી ધારણા લગાવાઈ રહી હતી કે રાહુલ દ્રવિડ આગળ પણ હેડ કોચ તરીકે કાયમ રહેશે કે પછી બીસીસીઆઈ કોઈ નવા દિગ્ગજને કોચ બનાવશે.  પણ તેના પરથી પડડો ઉઠી ગયો છે. બીસીસીઆઈએ હાલ થોડીવાર પહેલા એલાન કર્યુ કે ટીમ ઈંડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ જ રહેશે. 
 
રાહુલ દ્રવિડ જ બન્યો રહેશે ટીમ ઈંડિયાનો હેડ કોચ 
બીસીસીઆઈએ ટીમ ઈંડિયા હેડ કોચ અને સપોર્ટ સ્ટાફના કૉન્ટ્રેક્ટના વિસ્તારની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ BCCI અને રાહુલ દ્રવિડ વચ્ચે વાતચીત થઈ હતી અને ત્યારબાદ કાર્યકાળ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાની સફળતામાં રાહુલ દ્રવિડનું વિઝન, પ્રોફેશનલિઝમ અને પ્રયત્નો મહત્વપૂર્ણ સ્તંભ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે, તેમની માત્ર પડકારોને સ્વીકારવા માટે જ નહીં પરંતુ તેમાંથી આગળ વધવા માટે પણ પ્રશંસા કરવામાં આવે છે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે મેં તેમની નિમણૂક સમયે જ કહ્યું હતું કે મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે રાહુલ દ્રવિડથી સારો કોઈ વ્યક્તિ નથી અને દ્રવિડે પોતાના પ્રદર્શનથી ફરીથી પોતાને સાબિત કરી દીધું છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે ટીમ ઈન્ડિયા સાથે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા છે. અમે સાથે મળીને ઉતાર-ચઢાવ જોયા છે.
 
રાહુલ દ્રવિડનો આખો સ્ટાફ રહેશે 
 
અત્યાર સુધીની વાત કરવામાં આવે તો હેડ કોચ તો રાહુલ દ્રવિડ જ હતા સાથે જ તેમના સપોર્ટ સ્ટાફમાં વિક્રમ રાઠોર બેટિંગ કોચ, ટી દીલીપ ફિલ્ડિંગ કોચ અને પારસ મહામ્બ્રે બોલિંગ કોચની જવાબદારી ભજવી રહ્યા હતા.  
 
હાલમાં જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝ રમાઈ રહી છે ત્યારે VVS લક્ષ્મણ મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યો છે. પરંતુ આવતા મહિને જ્યારે સાઉથ આફ્રિકા સાથે સિરીઝ રમાશે ત્યારે રાહુલ દ્રવિડ ફરીથી પોતાની જવાબદારી નિભાવતો જોવા મળશે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે બીસીસીઆઈએ ટી20ના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરા સાથે વાત કરી હતી, પરંતુ તેણે કથિત રીતે ઇનકાર કર્યો હતો. આશિષ નેહરાના કોચિંગ હેઠળ જ ગુજરાત ટાઇટન્સે એક વખત IPL ટાઇટલ જીત્યું હતું અને બીજી વખત ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર