ત્રીજી ટેસ્ટમાં ઈગ્લેંડ ભારતીય બોલર અને બેટ્સમેન આગળ સંપૂર્ણ રીતે ઘૂંટણિયે આવી ગયુ. 5 ટેસ્ટ મેચની શ્રેણીના ત્રીજી મેચમાં ભારતે 203 રનથી મોટી જીત નોંધાવી.  જોકે ઈગ્લેંડ હજુ પણ શ્રેણીમાં 2-1થી આગળ છે.  ભારતને હવે ચોથી મેચમાં પણ ઈગ્લેંડને કેમ પણ કરીને હરાવવુ જ પડશે જેથી અંતિમ મેચ નિર્ણાયક બની શકે.  આ મેચ દરમિયાન ભારતીય ટીમે છેલ્લા બે મેચોમાં કરવામાં આવેલ ભૂલ પરથી સબક લેતા સહેલાઈથી બાજી મારી . આવો જાણીએ એ 5 કારણો વિશે જેના કારણે ભારતે અંગ્રેજોને જડબાતોડ જવાબ આપ્યો. 
 
									
				
	 
	1. ઝડપી બોલરોએ કર્યુ શાનદાર પ્રદર્શન 
	 
	છેલ્લી 2 મેચોની જેમ ભારતીય ઝડપી બોલરે આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યુ. મેચના બંને દાવમાં ઝડપી બોલરોએ ઈગ્લેંડના બેટ્સમેન પર શિકંજો કસ્યો. પ્રથમ દાવમાં હાર્દિક પડ્યાએ 5, જસપ્રીત બુમરાહ અને ઈશાંત શર્માએ 2-2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી. એ જ રીતે બીજા દાવમાં આ બોલર ઈગ્લેંડ પર ભારે પડ્યો. ભારતની જીતનુ મુખ્ય કારણ બોલરોની સટીક બોલિંગ લાઈન કાયમ રહેવી પણ હતુ.  છેલ્લી 2 મેચમાં પણ ઝડપી બોલરોએ પ્રભાવ છોડ્યો. પણ ખરાબ બેટિંગને કારણે બે ટેસ્ટ મેચ ગુમાવવી પડી હતી. 
 
									
				
	 
	2. કોહલીની રન માટેની ભૂખ 
	 
	ભારતની જીતનુ મુખ્ય કારણ કપ્તાન કોહલીના બેટની રનો માટેની ભૂખ કાયમ રહેવી પણ છે.  તે દરેક દાવમાં ટીમને ઉપર ઉઠાવવાની જવાબદારી નિભાવી રહ્યા છે.  કોહલીએ મેચના પ્રથમ દાવમા& 97 રનની રમત રમી. જેને કારણે બાકીના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જાગ્યો. પહેલી રમતમાં સદી ચુકનારા કોહલીએ બીજા દાવમાં પણ ઈગ્લેંડના બોલરોની ક્લાસ લીધી અને 103 રનનો શતકીય દાવ રમ્યો.  જેને કારણે ભારત ઈગ્લેંડ સામે 521 રનના વિશાળ સ્કોરનુ લક્ષ્ય મુકવામાં સફળ રહ્યુ. 
 
									
				
	 
	3. બુમરાહનુ કમબેક
	 
	ઝડપી બોલર જસપ્રીત બુમરહનુ ટીમમાં પરત આવવુ કપ્તાન કોહલી માટે હુકમનો એક્કો સાબિત થયો. બુમરાહ વનડે શ્રેણી દરમિયાન ઘાયલ થઈ ગયો હતો. જ્યારબાદ ટીમ મેનેજમેંટે તેમને શરૂઆતની 3 ટેસ્ટ મેચમાંથી બહાર કર્યો પણ મહત્વપૂર્ણ મેચ હોવાથી બુમરાહને ત્રીજી ટેસ્ટમાં રમવાની તક આપવામાં આવી  જેનો તેમણે પુરો ફાયદો ઉઠાવ્યો.   બુમરાહે ઉમેશ યાદવનુ સ્થાન લીધુ.  પહેલા દાવમાં બુમરાહે ઈગ્લેંડના બેટ્સમેનોને પોતાની સ્વિંગથી પરેશાન કરવા શરૂ કર્યા અને 2 વિકેટ લીધી. બીજા દાવમાં બુમરાહે ઈગ્લેંડનાં 5 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા અને ભારતને જીત અપાવવાની મહત્વની ભૂમિકા ભજવી. 
 
									
				
	 
	4. પાંડયાનુ કમબેક - 
	
	ઓલરાઉંડર હાર્દિક પાંડ્યાએ જોરદાર કમબેક કરતા મેચમાં 6 વિકેટ લઈને પોતાના આલોચકોને કરારો જવાબ આપ્યો.  પાંડ્યાએ પહેલા દાવમાં 18 રન બનાવ્યા પણ બોલિંગમાં 5 વિકેટ લઈને ઈગ્લેંડૅને 161 રન પર પેવેલિયન ભેગા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ખાસ વાત એ રહી કે પાંડ્યાએ માત્ર 6 ઓવર નાખીને  5 વિકેટ લીધી.  ત્યારબાદ બીજા દાવમાં અણનમ ઝડપી 52 રન બનાવ્યા જેને કારણે ભારત બીજા દાવમાં ઈગ્લેંડને 521 રનનુ લક્ષ્ય આપવામાં સફળ રહ્યુ.  બીજી બાજુ પાંડ્યાએ બીજા દાવમાં 1 વિકેટ પણ લીધી. 
 
									
				
	 
	 
	5. રૂટની ભૂલ
કપ્તાન જો રૂટની પણ એક ભૂલ ભારતની જીતનુ કારણ બની.  આ કારણ હતુ ઓલરાઉંડર અને પહેલી મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા સૈમ કુરૈનને ટીમમાંથી બહાર કરવાનુ.  કુરેનના સ્થાન પર બ્રેન સ્ટોક્સને લેવામાં આવ્યો. પણ તેમણે એવુ પ્રદર્શન ન કર્યુ જેવુ કે છેલ્લી બે મેચમાં કુરેને કર્યુ હતુ. સ્ટોક્સ પહેલા દાવમાં જીરો સાબિત   થયા. તેણે 10 રન બનાવ્યા અને ન તો કોઈ વિકેટ લીધી.  જો કે બીજા દાવમાં 62 રન જરૂર બનાવ્યા અને 2 વિકેટ પણ લીધી. પણ આ પુરતુ નહોતુ. આવામાં સ્કોક્સની બોલિંગમાં નિષ્ફળતા ઈગ્લેંડ માટે ખતરનાક સાબિત થઈ.