ગાવસ્કરે રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના પાછલા રેકોર્ડની અપાવી યાદ

શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (10:12 IST)
આલોચનાઓથી ઘેરાયેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેમની ટીમનો વિદેશી રેકોર્ડ પાછલા 15-20 રેકોર્ડની ટીમોની તુલનામાં સારો છે. પણ તેના એક દિવસ પછી પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે તેમને યાદ અપાવ્યુ કે ભારતે વેસ્ટઈંડિઝ અને ઈગ્લેંડમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. 
 
ભારતે સાઉથમ્પ્ટનમાં ઈગ્લેંડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં 60 રનથી હાર મળી. જેનાથી ટીમે વિદેશી જમીન પર એક વધુ ટેસ્ટ શ્રેણી ગુમાવી દીધી. પણ મુખ્ય કોચ શાસ્ત્રીએ જોર આપતા કહ્યુ હતુ કે વર્તમાન ટીમનો રેકોર્ડ છેલ્લા 15-20 વર્ષવાળી ટીમોની તુલનામાં ઘણો સારો છે. 
 
ગાવસ્કર ટીમમાં શાસ્ત્રીના સાથી ખેલાડી અને કપ્તાન રહી ચુક્યા છે.  તેમણે તેમને વીતેલા સમયમાં ભારતીય ટીમ દ્વારા શ્રેણીમાં મળેલી કેટલીક જીતની યાદ અપાવી. 
 
ગાવસ્કરે ગુરૂવારે એક પ્રાઈવેટ ચેનલમાં કહ્યુ હુ અહી કહી શકુ છુ કે લાંબા સમય્થી કોઈ પણ ભારતીય ટીમ શ્રીલંકામાં જીતી નથી પણ આપણે વેસ્ટઈંડિઝ, ઈગ્લેંડમાં જીત્યા હતા. અમે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીત્યા હતા. 
 
આ પહેલા ભારતે 2007માં રાહુલ દ્રવિડની કપ્તાનીમાં ઈગ્લેંડ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ગાવસ્કરે કહ્યુ, 'હુ કહી શકુ છુ કે 1980ના દસકામાં ટીમે ઈગ્લેંડ અને વેસ્ટઈંડિઝમાં જીત નોંધાવી હતી. રાહુલ દ્રવિડે પણ વેસ્ટઈંડિઝમાં 2005માં, 2007માં ઈગ્લેંડમાં શ્રેણી જીતી હતી. જ્યારે ભારતે પહેલીવાર દક્ષિણ આફ્રિકાને તેના જ ઘર આંગણે હરાવ્યુ હતુ ત્યારે તો ટીમના કેપ્ટન હતા. 
 
તેમણે કહ્યુ, 'દ્રવિડને તેમની કપ્તાની અને ટીમની જીતમાં ખૂબ ઓછુ શ્રેય આપવામાં આવે છે વિદેશોમાં જીત નોંધાવનારી ઘણી ટીમ રહી છે. ગાવસ્કરે બેટ્સમેનોની આલોચના કરી જે ઈગ્લેંડના સ્પિનર મોઈન અલીની બોલનો સામનો નથી કરી શકતા. જેમણે નવ વિકેટ ઝડપી. 
 
તેમણે કહ્યુ, 'ફૂટવર્કની કમીથી ભારતીય બેટ્સમેનોને નુકશાન થયુ. તેઓ મોઈન અલી વિરુદ્ધ બોલને ઠીક રીતે રમી શક્યા નહોતા. આવા સફેદ બોલ વધુ પડતા ક્રિકેટથી થાય છે. વનડેમાં તમારે માટે ચાર સ્લિપ નથી હોતી. જ્યારે ઝડપી બોલર બોલિંગ કરી રહ્યો હોય છે તો તમે હિટ કરી શકો છો.'
 
જો કે ઈગ્લેંડની ત્રણ જીતથી ટેસ્ટ શ્રેણી 3-1થી પોતાને નામે કરી લીધી છે. પણ ગાવસ્કરે કહ્યુ કે ભારતીય ટીમની તુલના ઓવલમાં થનારા અંતિમ ટેસ્ટ પછી જ થવી જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર