ODI સીરિઝ પહેલા જ બદલાઈ પાકિસ્તાની ટીમ, આ ખેલાડીને અચાનક મળી સ્કવાડમાં એંટ્રી
ગુરુવાર, 27 માર્ચ 2025 (12:23 IST)
Pakistan vs New Zealand ODI Series: પાકિસ્તાની ટીમ આ સમયે ન્યુઝીલેંડના પ્રવાસ પર છે. જ્યા ટીમ ટી20 મેચોની શ્રેણી રમી જેમા તેને 1-4 થી હારનો સામનો કરવો પડ્યો. હવે ત્રણ વનડે મેચોની શ્રેણી રમાશે. જ્યા તેની નજર જીત નોંધાવવા પર રહેશે. વનડે શ્રેણી માટે ટીમમા બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન જેવા સીનિયર પ્લેયર્સ સામેલ છે. સીરીઝનો પહેલો મુકાબલો 29 માર્ચના રોજ રમાશે. પણ આ પહેલા જ પાકિસ્તાને મોટો નિર્ણય લેતા સ્કવાડમાં હરિસ રઉફની એંટ્રી કરી છે. તેમને અચાનક સ્કવાડમાં જોડવામાં આવ્યા છે.
ટી20 શ્રેણી પર કર્યુ દમદાર પ્રદર્શન
હારિસ રઉફે શરૂઆતમાં પાકિસ્તાની ટીમના વનડે સ્કવાડમાંથી બહાર હતા. ચેમ્પિયંસ ટ્રોફી 2025માં તેમણે સારુ પ્રદર્શન કર્યુ નહોતુ. ત્યારબાદ તેમને વનડે ટીમમાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. પણ ન્યુઝીલેંડ વિરુદ્ધ ટી20માં સ્થાન મળ્યુ હતુ. ટી20 શ્રેણીમાં તેમણે પાકિસ્તાન માટે સૌથી વધુ સાત વિકેટ લીધી હતી અને પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યા. ત્યારબાદ તેમની વનડે ટીમમાં એંટ્રી થઈ ગઈ છે. પીસીબીના એક સૂત્ર મુજબ સેલેક્ટર આકિબ જાવેદે એક રિઝર્વ વિકેટકિપર બેટ્સમેનને પણ વનડે ટીમમાં સામેલ કરવાનો અનુરોધ કર્યો છે.
વિદેશી ઘરતી પર કરે છે કમાલ
હારિસ રઉફ ભલે હોમ મેદાન પર વનડેમા સારુ પ્રદર્શન ન કરી શક્યા પણ વિદેશી ધરતી પર તેમનુ પ્રદર્શન વધુ સારુ જોવા મળ્યુ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે શ્રેણીમાં તેમણે શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને 10 વિકેટ લઈને પાક્સિતાનને શ્રેણી 3-0થી જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની પાસે અનુભવ છે અને લયમાં હોય તો તેઓ કોઈપણ બેટ્સમેનના આક્રમણને ધ્વસ્ત કરી શકે છે.
પાકિસ્તાન માટે રમ્યા ત્રણ ફોર્મેટ
હારિસ રઉફે પાકિસ્તાની ટીમ માટે વનડે ક્રિકેટમાં વર્ષ 2020માં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે 48 વનડે મેચમાં કુલ 85 વિકેટ પોતાને નામે કર્યા છે. તેમના નામ પર પાકિસ્તાન માટે ટી20 ઈંટરનેશનલ ક્રિકેટમાં 118 વિકેટ અને ટેસ્ટમાં એક વિકેટ નોંધાવી છે.