Tamim Iqbal- તમીમ ઈકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL)માં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઈકબાલને છાતીમાં દુખાવો થયો હતો.
તમીમ ઈકબાલ હાર્ટ એટેકનો શિકાર બન્યો છે. વાસ્તવમાં, તમીમ ઈકબાલને મેચ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL)માં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઈકબાલને છાતીમાં દુખાવો થયો હતો. આજે ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબ અને શાઇનપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમીમ ઈકબાલને હાર્ટ એટેક આવ્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઈકબાલ ફિલ્ડિંગ કરતી વખતે અસ્વસ્થતા અનુભવવા લાગ્યો, ત્યારબાદ તેને ફઝિલાતુનેશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જો કે તમીમ ઈકબાલનો મેડિકલ રિપોર્ટ હજુ જાહેર કરવામાં આવ્યો નથી