Ranji Trophy: કેરળે રચ્યો ઈતિહાસ, 74 વર્ષ પછી પહેલીવાર કર્યું આ મોટું કારનામું

શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025 (14:13 IST)
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને કેરળ વચ્ચે રણજી ટ્રોફીની સેમી ફાઈનલ મેચ રમાઈ હતી. મેચના પાંચમા દિવસે કેરળે પહેલા ગુજરાતને 455 રનમાં ઓલઆઉટ કર્યું અને પછી મેચમાં 2 રનની લીડ લઈને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.
 
74 વર્ષની રાહ પૂરી થઈ
રણજી ટ્રોફીના 74 વર્ષના ઈતિહાસમાં કેરળની ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી ન હતી, પરંતુ હવે ટીમ અને કેરળના ચાહકોની 74 વર્ષની રાહનો અંત આવ્યો છે. પ્રથમ વખત કેરળે ગુજરાતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર