Virat Kohli ranji trophy 2025: ભારતમાં જો ક્રિકેટ ધર્મ છે તો વર્તમાન સમયમાં વિરાટ કોહલી તેના ભગવાન છે. કોહલીને લઈને ફેંસની કેવી દિવાનગી છે.. આ કોઈનાથી છિપાયુ નથી. તેની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જુએ છે. આવી જ કેટલીક બેકરારી તેને રણજી ટ્રોફી કમબેકને લઈને પણ જોવા મળી. 2012 પછી કોહલી પહેલીવાર દિલ્હીના રણજી ટ્રોફી મેચમાં ઉતર્યા છે. આ ક્ષણના સાક્ષી બનવા માટે સવારથી જ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમ પર હજારોની સંખ્યામાં ફેંસ પહોચી ગયા હતા.
કોહલી માટે સવારે 3 વાગ્યાથી જ સ્ટેડિયમની બહાર ફેંસની લાઈન લાગેલી હતી. જ્યારે કે આ મેચ માટે ddca એ કોઈ ટિકિટ રાખી નહોતી. તેમ છતા લોકોને એવુ લાગી રહ્યુ હતુ કે ક્યાક તેઓ ભીડને કારણે કોહલીને જોવાનુ ચુકી ન જાય તેથી તેઓ સવારે 3 વાગ્યાથી જ સ્ટેડિયમ બહાર લાઈનમાં લાગી ગયા હતા. સવાર થતા થતા આ લઈન અનેક કિલોમીટર લાંબી થઈ ગઈ. શાળાના બાળકો પણ કોહલીને સ્ટેડિયમમાં રમતો જોવા માટે મોટી સંખ્યામાં પહોચ્યા.