ભારતે વીંડિઝનુ કર્યુ સુપડું સાફ....10 વિકેટે હરાવીને સીરીઝ જીતી લીધી

સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:35 IST)
રવિવારે ભારત અને વિંડીઝ વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈંટરનેશંલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ બીજી ટેસ્ટમાં ભારતે 10 વિકેટથી મહેનમાન ટીમને હરાવી દીધી. આ સાથે જ ભારતે 2 મેચ સીરિઝમાં વિંડીઝનુ સૂપડુ સાફ કરી દીધુ. 
 
મહેમાન ટીમે બીજી ઈનિંગ બાદ ભારત સામે ૭૨ રનનો લક્ષ્યાંક મૂક્યો હતો જેને ટીમ ઈન્ડિયાએ (૧૬ ઓવરમાં) સરળતાથી હાંસલ કરી દીધો હતોપૃથ્વી શો (૩૩ નોટ આઉટ) અને લોકેશ રાહુલ (૩૩ નોટ આઉટ)ની ભાગીદારીથી ભારતે બીજી ટેસ્ટ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આ ઉપરાંત પૃથ્વીએ વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો. ભારતીય ટીમે બંને મેચની સિરીઝમાં એકતરફી વિજય મેળવ્યો હતો. તેણે રાજકોટ ટેસ્ટમાં પણ વેસ્ટ ઈન્ડિઝની ટીમને એક ઈનિંગ અને ૨૭૨ રનથી પરાજય આપ્યો હતો. ત્યારબાદ બીજી મેચમાં હૈદરાબાદ ખાતે ૧૦ વિકેટે વિજય મેળવી લીધો. હૈદરાબાદ ખાતે વેસ્ટઈન્ડિઝની ટીમે પહેલી ઈનિંગમાં ૩૧૧ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે ૩૬૭ રન બનાવ્યા હતા. ભારતે પહેલી ઈનિંગના અંગે વેસ્ટ ઈન્ડિઝ ઉપર ૫૬ રનની લિડ મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઈનિંગમાં ૧૨૭ રનમાં જ સમેટાઈ ગઈ હતી.
 
આ પહેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના સ્કોરને ચેઝ કરતા 367 રન પર ઓલ આઉટ થઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાને 56 રનની લીડ મળી છે. ત્રીજા દિવસની મેચની શરૂઆતમાં જ ઋષભ પંત અને જાડેજાની વિકેટ ગઈ હતી. પંત 92 રને આઉટ થતા સદીથી ચુક્યો હતો. ત્યાર બાદ  કુલદીપ યાદવ 6 રન બનાવી આઉટ થયો હતો. ઉમેશ યાદવ  3 રને અને અશ્વિન 35 રન નોંધાવી આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી જેસન હોલ્ડરે 5 વિકેટ ઝડપી હતી જ્યારે શેનન ગ્રેબિએલે 3 વિકેટ ઝડપી હતી.
 
આ પહેલા ભારતે બીજા દિવસના અંતે 4 વિકેટ ગુમાવીને 308 રન બનાવ્યા હતા. ભારત તરફથી પૃથ્વી શો 70 રન, રહાણે 80, વિરાટ કોહલીએ 45 રન બનાવી આઉટ થયા હતા. ઉમેશ યાદવ ઘરેલુ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લેનારા ત્રીજા ભારતીય ઝડપી બોલર બની ગયા છે. તેમને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા. આ ટેસ્ટ સીરિઝમાં 118.5ની સરેરાશ સાથે સૌથી વધુ 237 રન બનાવનારા પૃથ્વી શૉ ને મેન ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર