Champions Trophy 2025 Final Vanue and Date: ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું. આ જીત અને ભારતના ફાઇનલમાં પહોંચવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી રહ્યું છે, પરંતુ હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે તેની ફાઇનલ પાકિસ્તાનમાં નહીં રમાય. આ ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહેલા દેશમાં કોઈ ટાઇટલ મેચ નહીં થાય તેનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે? ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
હવે 9 માર્ચનાં રોજ ફાઈનલમાં રમશે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા હવે 9 માર્ચે યોજાનારી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ICC એ પહેલાથી જ નિર્ણય લીધો હતો કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચે છે તો ફાઇનલ પાકિસ્તાનમાં નહીં યોજાય. પાકિસ્તાન આ ટુર્નામેન્ટનું યજમાન દેશ હોવા છતાં, BCCI એ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ ટીમના ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે. ભારતે તેની ત્રણેય લીગ મેચ દુબઈમાં રમી હતી અને ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ મેચ પણ આ સ્ટેડિયમમાં રમાઈ હતી.
ICC એ શેડ્યૂલ જાહેર કરતી વખતે જ કરી દીધું હતું સ્પષ્ટ
જ્યારે ICC દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું કે એક સેમિફાઇનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અને ભારતની સેમિફાઇનલ દુબઈમાં યોજાશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો ભારત ફાઇનલમાં પહોંચે છે તો ટાઇટલ મુકાબલો પણ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ યોજાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવામાં અસમર્થ રહે તો ફાઇનલ લાહોરમાં જ રમાશે. ટીમ ઈન્ડિયાની જીત સાથે, ફાઈનલનું સ્થાન પણ નક્કી થઈ ગયું છે. તારીખ પહેલાથી જ 9 માર્ચ નક્કી કરવામાં આવી હતી.
ફાઇનલમાં ભારત કોનો સામનો કરશે તે હજુ નક્કી નથી. તેનું ચિત્ર ૫ માર્ચની સાંજે સ્પષ્ટ થઈ જશે. બીજી સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા લાહોરમાં ટકરાશે. આ વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીની આ છેલ્લી મેચ હશે. આ મેચ જે પણ ટીમ જીતશે તે લાહોરથી સીધી દુબઈ જશે અને ત્યાં તેનો સામનો ફાઇનલમાં ભારત સાથે થશે. ભારતીય ટીમ પાંચમી વખત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા 2013 માં પણ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. હવે ભારત પાસે વધુ એક ICC ટાઇટલ જીતવાની તક છે.