IND vs AUS Champions trophy 2025 Live Score: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી, પરંતુ તેની બે મેચ (દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન) વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું. હવે ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતવા અને ફાઇનલમાં સ્થાન મેળવવા પર રહેશે.