IND vs AUS- ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા આમને-સામને છે. જ્યાં સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ માટે ઓસ્ટ્રેલિયાની ટીમે પોતાની પ્લેઈંગ 11માં 2 ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયા કોઈ ફેરફાર કર્યા વિના મેદાનમાં ઉતરી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી છે.
આ કારણે ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી હતી
સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી છે. જેનું કારણ તમામ ભારતીય ચાહકો જાણવા માંગે છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર આનું કારણ આપ્યું છે. હકીકતમાં, 3 માર્ચે, ભારતે 84 વર્ષની વયે સ્થાનિક ક્રિકેટના સુપરસ્ટાર પદમાકર શિવાલકરને ગુમાવ્યો હતો.