Anaya Bangar: 'ક્રિકેટર્સે મને ગંદી ફોટો મોકલી', અનાયા બાંગડનો મોટો ખુલાસો, પિતા સંજયને લઈને કરી આ વાત
ભારતના પૂર્વ ક્રિકેટર અને કોચ રહી ચુકેલા સંજય બાંગડનો પુત્ર આર્યન હાર્મોનલ ટ્રાંસફોર્મેશન પછી અનાયા બની ચુક્યો છે લિંગ પરિવર્તનના લાંબા સ મય પછી અનાયા ભારત આવી છે અને યુવકમાંથી યુવતી બનવાની સ્ટોરી શેયર કરી રહી છે. એટલુ જ નહી તેને હાર્મોનલ ટ્રાંસફોર્મેશન પછી આવનારી મુસીબતો પર પણ ઓપનલી વાત કરી રહી છે. અનાયાએ જણાવ્યુ કે કેવી રીતે એક પૂર્વ ક્રિકેટર તેની સાથે સંબંધ બનાવવાની વાતો કરતો હતો. આ ઉપરાંત અનેક ખેલાડી તેને પોતાની ગંદી તસ્વીરો મોકલતા હતા.
હુ યુવતી છુ
એક ખાનગી ચેનલને આપેલા ઈંટરવ્યુમાં અનાયા બાંગડે જણાવ્યુ કે તેને આઠ-નવ વર્ષની વયે આ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેની અંદર છોકરીઓના ગુણ છે. તેણે કહ્યુ -જ્યારે હુ આઠ નવ વર્ષની હતી તો મમ્મીની તિજોરીમાંથી કપડા ચૂપચાપ પહેરતી હતી. પછી કાચમાં જોઈને કહેતી કે હુ છોકરી છુ અને મને છોકરી બનવુ છે. મે મુશીર ખાન, સરફરાજ ખાન, યશસ્વી જયસ્વાલ જેવા કેટલાક જાણીતા ક્રિકેટર હતા.
હુ તારી સાથે સૂવા માંગુ છુ
આ દરમિયાન અનાયાએ જણાવ્યુ કે લિંગ પરિવર્તન પછી તેને સમર્થન અને ઉત્પીડન બંને મળ્યા. તેણે આગળ કહ્યુ -છોકરી બન્યા પછી મને સમર્થન અને થોડુ ઉત્પીડન પણ મળ્યુ. કેટલાક ક્રિકેટર એવા પણ રહ્યા છે જેમને મને વિચિત્ર રૂપે પોતાની ગંદી ફોટો મોકલી છે. એક વધુ ઘટના ત્યારે થઈજ્યારે હુ ભારતમાં હતી. મે એક જૂના ક્રિકેટરને મારી સ્થિતિ વિશે જણાવ્યુ.. તો તેને મને કહ્યુ કે ચાલ કારમા જઈએ.. હુ તારી સાથે સૂવા માંગુ છુ.
અનાયા નહી રમી શકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ
અનાયા પણ એક ક્રિકેટર છે. તે સ્થાનિક ક્લબ ઇસ્લામ જીમખાના માટે રમી ચૂક્યો છે. જોકે, તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકશે નહીં. હકીકતમાં, ICC એ નવેમ્બર 2023 માં જાહેરાત કરી હતી કે કોઈપણ ખેલાડી જે પુરુષમાંથી સ્ત્રીમાં સંક્રમિત થયો છે અને કોઈપણ પ્રકારની પુરુષ તરુણાવસ્થામાંથી પસાર થયો છે, તેને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પછી ભલે તેણે કોઈ સર્જરી કરાવી હોય કે લિંગ પરિવર્તનની સારવાર કરાવી હોય.