મલિક પછી રમીજ રાજા પણ વિવાદોમાં, વસીમ અકરમે લગાવ્યો હેરાન કરી દેનારો આરોપ

બુધવાર, 30 નવેમ્બર 2022 (13:31 IST)
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમ (Wasim Akram) હાલ ચર્ચામા છે. ઉલ્લેખનીય છે કે અકરમે પોતાના પુસ્તક સુલ્તાન એક મેમૉયર (Sultan: A Memoir) માં તેમણે અનેક મોટા ખુલાસા કર્યા છે. તેમણે પૂર્વ કપ્તાન સલીમ મલિક પર નોકરોની જેમ  કામ કરાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે તેમણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ  (Pakistan cricket Board) ના ચેયરમેન રમીજ રાજાને પણ સંકજામાં લીધા છે.  તેમણે કહ્યુ કે રમીજ રાજાના પિતા કમિશ્નર હતા. તેથી તેઓ સ્લિપમાં ફિલ્ડિંગ કરતા હતા. 
 
અકરમે  એક મેચનો ઉલ્લેખ કરતા પુસ્તકમાં લખ્યું, “પહેલી ઓવર સ્થાનિક ફાસ્ટ બોલર આસિફ આફ્રિદીએ ફેંકી હતી. મેં બીજી ઓવર નવા બોલથી ફેંકી. જ્યારે હું ચોથી ઓવર નાખવા ગયો ત્યારે બીજી સ્લિપમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન જોન રાઈટે રમીઝ રાજાનો કેચ પકડાવી દીધો. રમીઝ રૈંકને કારણે સ્લીપમાં રહેતો હતો. કારણ કે તેમના પિતા કમિશ્નર હતા અને તેઓ એચિસન કોલેજનો ભાગ હતા. તેમને અત્યાર સુધી જેટલા કેચ પકડ્યા છે તેના કરતા વધુ કેચ છોડ્યા છે.
 
આ પહેલા સલીમ મલિક પર લગાવ્યો હતો આરોપ 
વસીમ અકરમે આ પુસ્તકમાં જણાવ્યુ હતુ કે કરિયરના શરૂઆતમાં સલીમ મલિક તેમની સાથે નોકરો જેવો વ્યવ્હાર કરતા હતા.  તેઓ સીનિયર હોવાનો ફાયદો ઉઠાવતા હતા. તેઓ મારી પાસેથી કપડા ધોવડાવતા અને મસાજ કરાવતા હતા. 
 
જોકે, સલીમ મલિકે આ આરોપને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે હું તેની પાસેથી જાણવા માંગુ છું કે તેણે મારા પર આરોપો કેમ લગાવ્યા છે. કપડાં ધોવાના મામલે તે પોતાનું અપમાન કરી રહ્યો છે. સલીમ મલિકે પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત દરમિયાન કપડાં ધોવાના આરોપ પર સીધો જવાબ આપ્યો નહોતો. તેમણે કહ્યું કે 'જો મેં તેને કપડાં ધોવા કહ્યું તો તેણે વોશિંગ મશીનનો ઉપયોગ કરવો જોઈતો હતો તેને હાથ વડે કપડાં ધોવાની કોઈ જરૂર નહોતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર