IND vs NZ: 'આને તો ફક્ત બેંચ પર જ બેસાડવો જોઈએ', પંતની એક વધુ બેટિંગ પછી ગુસ્સે થયા ક્રિકેટ ફેંસ

બુધવાર, 30 નવેમ્બર 2022 (11:38 IST)
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચ આજે ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. આ મેચમાં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. સંજુ સેમસનના સ્થાને ઋષભ પંતનું નામ ફરી એકવાર ભારતના પ્લેઇંગ 11માં સામેલ થયું. આ નિર્ણય પર પહેલાથી જ ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા, આવી સ્થિતિમાં પંત પાસે આજે સારું પ્રદર્શન કરવા સિવાય બીજી કોઈ તક નહોતી. પરંતુ આવું ફરી ન થયું અને પંત સસ્તામાં આઉટ થઈ ગયો, જેના પછી સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી.
 
પંતની એક વધુ ખરાબ રમત 
 
ઋષભ પંતે ન્યુઝીલેંડ વિરુદ્ધ ત્રીજી વનડેમાં એક વધુ ખરાબ રમત રમી. તેમના બેટ દ્વારા માત્ર 10 રન આ મેચમાં આવ્યા. આ સમગ્ર સીઝનમાં પંતની બેટ ખામોશ રહી. પણ છતા તેમને સૈમસનથી વધુવાર ટીમમાં લેવામાં આવ્યા. આવામાં પંતનુ ટ્રોલ થવુ યોગ્ય છે. આ ખેલાડીને લોકોએ સોશિયલ મીડિયા પર ઘણુ ખરુ ખોટુ સંભળાવ્યુ. ખાસ કરીને સંજૂ સૈમસનના ફેંસ પંત પર નિશાન સાધી  રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર