અરવિંદ કેજરીવાલને તાવ આવ્યાં બાદ તેમની બધી બેઠકો રદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી (આપ) ના પ્રવક્તાએ કહ્યું કે, 'મુખ્યમંત્રી કેજરીવાલે ડૉક્ટર સાથે વાત કરી છે અને તે પછી કાલે તેઓ કોરોના વાયરસની તપાસ કરાવી લેશે.'
કેજરીવાલે રવિવારે એક પત્રકાર પરિષદને પણ સંબોધન કર્યું હતું. આમાં તેમણે દિલ્હીની સરહદો ખોલવા, હોસ્પિટલોમાં સારવાર સહિત અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કેજરીવાલે કહ્યું હતું કે સોમવારથી યુપી, હરિયાણા સાથે જોડાયેલી તમામ સીમાઓ ખુલી જશે. આ સિવાય ફક્ત દિલ્હીના લોકો જ દિલ્હીની હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે, જ્યારે દેશના અન્ય ભાગોથી આવતા લોકો દિલ્હીની કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે.