દિલ્હી: આપના ધારાસભ્ય નરેશ યાદવ પર ઘાતક હુમલો, કાર્યકરનું મોત, એકની ધરપકડ

બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (10:58 IST)
આમ આદમી પાર્ટી (આપ) ના મેહરૌલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, યાદવ મંદિરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અરૂણા અસફ અલી માર્ગ પર તેમના કાફલા પર હુમલો થયો હતો. આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
 
મળતી માહિતી મુજબ આ હુમલામાં AAP કાર્યકર અશોક માનનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં બીજો એક કાર્યકર ઘાયલ થયો હતો. ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ નરેશ મંદિરમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ગોળીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
 
હુમલો થયા પછી નરેશ યાદવે કહ્યું કે આ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. મને હુમલાનું કારણ ખબર નથી પરંતુ તે અચાનક બન્યું. લગભગ ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. હું જે વાહન પર હતો તેના ઉપર હુમલો થયો હતો. મને ખાતરી છે કે જો પોલીસ યોગ્ય રીતે તપાસ કરશે તો હુમલાખોરની ઓળખ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર