Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

સોમવાર, 1 જુલાઈ 2024 (10:23 IST)
Rhea Chakraborty Birthday : બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ઈન્ડસ્ટ્રીમાં તેની ફિલ્મો કે એક્ટિંગને કારણે નહીં પરંતુ વિવાદોને કારણે જાણીતી છે. રિયા ચક્રવર્તી આજે એટલે કે 1લી જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. રિયાનો જન્મ 1992માં બેંગલુરુમાં થયો હતો, બાલાની સુંદર અભિનેત્રીએ MTV India પર VJ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રિયા એ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં આવી જ્યારે 14 જૂન 2020ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારે દેશને હચમચાવી નાખ્યો. તે સમયે સુશાંત 34 વર્ષનો હતો અને તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. રિયા ચક્રવર્તી તે સમયે 'કાઈ પો છે'ના સ્ટાર અભિનેતાને ડેટ કરી રહી હતી.
 
બદથી બદતર થઈ ગયુ છે રિયાનુ નસીબ 
 સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયા ચક્રવર્તીનો ન્યાય માટેનો સંઘર્ષ શરૂ થયો હતો. થોડા દિવસોમાં, તેણીનું નસીબ ખરાબથી વધુ ખરાબ થઈ ગયું અને તેણીએ હેડલાઇન્સ બનાવી અને ટેલિવિઝન પર રાત્રે 9 વાગ્યાની સમાચાર ચર્ચાઓમાં પણ ચર્ચાનો વિષય બની. સુશાંતના પરિવારે ચક્રવર્તી પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આ સમય દરમિયાન, રિયાને મીડિયા ટ્રાયલનો સામનો કરવો પડ્યો હતો, જોકે તેણે કેસની તપાસ દરમિયાન CBI, ED અને NCB જેવી કેન્દ્રીય એજન્સીઓને સહકાર આપ્યો હતો. જો કે, સુશાંતના મૃત્યુ પછી, મોટી સંખ્યામાં લોકો પહેલેથી જ રિયાને વિલન તરીકે જોવાનું શરૂ કરી દીધું હતું.
 
સુશાંતના મોત પછી ઈંસ્ટાગ્રામ પર પહેલી પોસ્ટ 
 ડ્રગ કેસમાં રિયાને જેલમાં પણ રાતો વિતાવવી પડી હતી, લાંબી ટ્રાયલ અને એક મહિના સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા બાદ રિયાને જામીન મળી ગયા હતા. દેશભરમાં મીડિયા ટ્રાયલ હોવા છતાં,  ધીમે ધીમે રિયા નોર્મલ લાઈફ જીવવા માંડી.  
ન્યાયિક કસ્ટડીમાંથી બહાર આવ્યા પછી, રિયાએ માર્ચ 2021 માં મહિલા દિવસ પર ઇન્સ્ટાગ્રામ પર તેની પ્રથમ પોસ્ટ કરી. પોતાની અને માતાના હાથની તસવીર શેર કરતી વખતે તેણે તાકાત અને વિશ્વાસ વિશે વાત કરી. આ પછી સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો તેના સમર્થનમાં આવ્યા.
 
હવે શુ કરે રહી છે રિયા ?
આજે સુશાંત સિંહ રાજપૂતના મોતના 3 વર્ષ પછી રિયા ચક્રવર્તીની જીંદગી એકદમ બદલાઈ ગી છે. તે હવે વધુ મેચ્યોર જોવા મળી રહી છે.  સાથે જ તે ફિલ્મો અને ટીવી પર કમબેક કરી ચુકી છે. ફેબ્રુઆરી 2022માં તેણે પોતાના ફેંસને જણાવ્યુ કે તેણે 2 વર્ષ પછી કામ ફરી શરૂ કરી દીધુ છે.  તેણે પોતાની એક પોસ્ટમાં લખ્યુ હતુ, ગઈકાલે હુ 2 વર્ષ પછી કામ પર ગઈ.  એ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર જેઓ મારા મુશ્કેલ સમયમાં જેઓમારી પડખે ઉભા રહ્યા તેઓનો પછી ભલે ગમે તે હોય, સૂર્ય હંમેશા ચમકે છે. ક્યારેય હાર ન માનો' વર્તમાન સમયમાં રિયા એમટીવીના લોકપ્રિય શો રોડીઝની ગેંગ લીડર છે. દર્શકોને તેનું કામ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર