લગ્નમાં આવનાર મહેમાનોની યાદી સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવી છે પરંતુ સુરક્ષાના કારણોસર તળાવના દરેક ખૂણે 100 ખાનગી સુરક્ષા ગાર્ડ તૈનાત કરવામાં આવશે. લગ્નના ફોટા બહાર ન જાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટલમાં પ્રવેશ કરનારાઓના મોબાઈલ કેમેરા પર વાદળી રંગની ટેપ ચોંટાડી દેવામાં આવશે. જેથી સમગ્ર સમારોહ દરમિયાન કોઈ વિડિયો કે ફોટો ન લઈ શકાય.
રાઘવની સેહરાબંદી - હોટેલ તાજ લેક પેલેસ ખાતે બપોરે 1 કલાકે
શોભાયાત્રા - હોટેલ તાજ લેક પેલેસથી બપોરે 2 કલાકે
જયમાલા- બપોરે 3:30 હોટેલ લીલા ખાતે
પ્રવાસ - હોટેલ લીલા ખાતે સાંજે 4 કલાકે
વિદાય- સાંજે 6:30 હોટેલ લીલા ખાતે