Oscar 2018 : શ્રીદેવી અને શશિકપૂરને પણ કર્યા યાદ, જાણો સંપૂર્ણ વિનર લિસ્ટ

સોમવાર, 5 માર્ચ 2018 (10:50 IST)
હોલીવુડના ડૉલ્બી થિયેટરમાં ઓસ્કર પુરસ્કાર સ્મારંભની ધૂમ ચાલી રહી છે. આ દરમિયાન મેમોરિયમ સેક્શનમાં બોલીવુડના દિવંગત અભિનેતા શશિ કપૂર અને શ્રીદેવીને પણ યાદ કરવામાં આવ્યા અને તેમને ટ્રિબ્યૂટ પણ આપવામાં આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે શશિ કપૂર ભારતના એ પસંદગીના અભિનેતાઓમાંથી રહ્યા છે જેમણે હોલીવુડમાં પણ કામ કર્યુ છે અને ગયા વર્ષે 4 ડિસેમ્બરના રોજ તેમનુ નિધન થવાથી એક યુગનો અંત આવ્યો. ઓસ્કર અકાદમી એવોર્ડ દરમિયાન શશિ કપૂરને પણ યાદ કરી તેમને ટ્રિબ્યૂટ આપવા માં આવ્યુ.  શશિ કપૂરે શેક્સપિયર વલ્લાહ (1965), બોમ્બે ટોકી(1970), સિદ્ધાર્થા (1972) વગેરે હોલીવુડ ફિલ્મોમાં પણ પોતાના અભિયનનો રંગ બતાવવા માટે જાણીતા છે. શશિ કપૂર ઉપરાંત તાજેતરમાં આ દુનિયાને અલવિદા કહેનારી દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીને પણ ટ્રિબ્યૂટ આપવામાં આવ્યુ છે.   વિદ્યા બાલને ટ્વીટ કરીને કહ્યુ કે ઓસ્કરે આપણી વ્હાલી શ્રીદેવીને યાદ કરી છે અને તેમની યાદ હંમેશા જીવીત રહેશે. 
ઉલ્લેખનીય છે કે અકાદમી એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો ખિતાબ ફિલ્મ ડાર્કેસ્ટ આર માટે ગૈરી ઓલ્ડમૈને જીત્યો છે. જ્યારે કે બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ થ્રી બિલબોર્ડ્સ માટે ફ્રાંસેસ મૈકડોરમેંડે પોતાને નામ કર્યો. સર્વશ્રેષ્ઠ ડાયરેક્ટનો ખિતાબ ગીલર્મો ડેલટોરોએ ફિલ્મ ધ શેપ ઓફ વોટર માટે મળ્યો છે. જ્યારે કે ધ શેપ ઑફ વોટ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ આપવામાં આવ્યો. આ ફિલ્મને કુલ ચાર શ્રેણીયોમાં એવોર્ડ મળ્યો.  ઉલ્લેખનીય છે કે 90મા અકાદમી એવોર્ડ્સમાં ફિલ્મ શેપ ઓફ વોટરને સૌથી વધુ 13 નૉમિનેશન મળ્યા.  જેમને અકાદમી એવોર્ડ્સ મળ્યા છે તેમની યાદી આ પ્રમાણે છે - 
 
-બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ ગૂલર્મો ડેલ ટોરોને ફિલ્મ ધ શેપ ઓફ વોટર માટે આપવામાં આવ્યો હતો.
 
-બેસ્ટ એક્ટરનો એવોર્ડ ગૈરી ઓલ્ડમેનને ફિલ્મ ડાર્કેસ્ટ ઓવરને અપાયો હતો.
 
-બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ રોજર ડીકિન્સને એનાયત કરાયો હતો. તેને આ એવોર્ડ ફિલ્મ બ્લેડ રનર 2049 માટે અપાયો હતો.
-બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેનો એવોર્ડ કોલ મી બોય યોર નેમને આપવામાં આવ્યો છે.
 
-બેસ્ટ શોર્ટ ફિલ્મનો-લાઇવ એક્શનનો એવોર્ડ ધ સાયલન્ટ ચાઇલ્ડને અપાયો હતો.
 
-બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- એલિસન જૈની
 
-બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- સૈમ રોકવેલ
 
-ફોરેન લેગ્વેજ ફિલ્મ- ચિલીની અ ફેન્ટાસ્ટિક વૂમેન
 
-પ્રોડક્શન ડિઝાઇન- ધ શેપ ઓફ વોટર ફિલ્મ માટે પોલ હેનહૈમ ઓસ્ટરબેરી, શેન વિઆઉ અને જેફ્રી અ મેલ્વિન
 
-બેસ્ટ વિઝુઅલ ઇફેક્ટ્સનો એવોર્ડ બ્લેડ રનર 2049ને આપવામાં આવ્યો.
 
– બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મનો એવોર્ડ કોકોને આપવામાં આવ્યો.
 
-બેસ્ટ શોર્ટ ફિલ્મ એનિમેટેડનો એવોર્ડ ડિયર બાસ્કેટબોલને આપવામાં આવ્યો
 
– બેસ્ટ સાઉથ મિક્સિંગનો એવોર્ડ ડનકિર્ક માટે ગ્રેગ લેન્ડેકર, ગૈરી એ. રિજ્જો અને માર્ક વાઇનગાર્ટનને આપવામાં આવ્યો
 
-બેસ્ટ સાઉન્ડ એડિટિંગનો એવોર્ડ ડનકિર્ક માટે રિચર્ડ કિંગ અને એલેક્સ ગિબ્સનને આપવામાં આવ્યો
 
– બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ ઇકારસ માટે બ્રિયાન ફોગેલ અને ડેન કોગનને એનાયત કરાયો
 
-કોસ્ચ્યૂમ ડિઝાઇનનો એવોર્ડ ફેન્ટમ થ્રેડ માટે માર્ક બ્રિજેસને અપાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર