Oscars 2024 Winners List: 'ઓપેનહાઈમર' ને 7, 'પુઅર થિંગ્સ' ને 4 એવોર્ડ, નોલન-રોબર્ટ ડાઉની Jr ને મળ્યો પહેલો ઓસ્કર

સોમવાર, 11 માર્ચ 2024 (11:25 IST)
- 96મા ઓસ્કાર એવોર્ડ્સમાં 'ઓપનહેઇમર' અને 'પુઅર થિંગ્સ'નું વર્ચસ્વ
- ભારતની 'ટુ કિલ અ ટાઈગર'ને મળ્યો ન હતો ઓસ્કાર, 'ધ લાસ્ટ રિપેર શોપ'ને મળ્યો એવોર્ડ
-  જ્હોન સીના નગ્ન અવસ્થામાં સ્ટેજ પર પહોંચ્યો, તેને જોઈને દર્શકો જોર જોરથી હસવા લાગ્યા.
 
એકેડમી એવોર્ડસ 2024 માટે લૉસ એજિલ્સનો ડોલ્બી થિયેટર 11 માર્ચ સવારે 4.30 વાગ્યાથી લોકોની ખિચોખીચ ભીડથી ભરાયેલો રહ્યો. સામે મુકેલી ઓસ્કર ટ્રોફી પર સૌની નજર હતી કે છેવટે આ કેવી રીતે મળશે.  23 કેટગરીમાં આ એવોર્ડ આપવાનો હતો જેમા ક્રિસ્ટોફર નોલનની ઓપેનહાઈમરે બાજી મારી લીધી. આ મૂવીએ જુદી જુદી કેટેગરીમાં 7 એવોર્ડસ પોતાને નામે કર્યા.  બીજી બાજુ પુઅર થિગ્સે પણ 11માંથી 4 ઓસ્કર જીત્યા.  જો કે ભારતીયોના ચેહરા પર નિરાશા જોવા મળી. કારણ કે ફક્ત એક ડોક્યુમેંટ્રી ફિચર ફિલ્મ નોમિટેટ થઈ હતી અને તેને આ ખિતાબ ન મળ્યુ. તેનુ નામ હતુ 'ટૂ કિલ અ ટાઈગર' (To Kill A Tiger). જ્યારે કે 2023માં ભારતીયોને બે ઓસ્કર મળ્યા હતા. વાંચો આખુ લિસ્ટ અને જુઓ 4 કલાક ચાલેલી સેરેમનીમાં શુ શુ થયુ અને કોણે શુ મળ્યુ. 
 
ઓસ્કાર એવોર્ડ એ મનોરંજન જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. જે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ હાંસલ કરવા ઈચ્છે છે. તેને આશા છે કે આ વખતે તેની ફિલ્મ તમામ કેટેગરીમાં નોમિનેટ થશે અને એકમાં ચોક્કસપણે તમને એવોર્ડ મળશે.  જો કે, ઘણી વખત એવુ થાય છે કે નોમિનેશનમાં આવવાછતાં તેને આ એવોર્ડ મળતો નથી.  રોબર્ટ ડાઉની જુનિયર સાથે જે બન્યું તેની જેમ, તે ત્રણ વખત નોમિનેશનમાં આવ્યો હતો પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે તેને આ એવોર્ડ મળ્યો છે. સાથે જ  બિલી એલિશે 87 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને બે ઓસ્કર જીતનાર સૌથી યુવા વ્યક્તિ બનીને ઇતિહાસ રચ્યો છે.

ઓસ્કાર 2024 વિજેતા શ્રેણી  ઓસ્કર વિનર્સના નામ
બેસ્ટ પિક્ચર ઓપનહેઇમર
બેસ્ટ એક્ટ્રેસ એમ્મા પથ્થર,નબળી વસ્તુઓ,
બેસ્ટ એક્ટર કિલિયન મર્ફી (ઓપનહેઇમર,
શ્રેષ્ઠ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાન (ઓપનહેઇમર,
શ્રેષ્ઠ મૂળ ગીત હું શેના માટે બનાવવામાં આવ્યો હતો (બાર્બી,
શ્રેષ્ઠ સહાયક અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયર (ઓપનહેઇમર,
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી ડૉ,વાઈન જોય રેન્ડોલ્ફ (ધ હોલ્ડઓવર્સ),
શ્રેષ્ઠ મૂળ સ્કોર લુડવિગ ગોરાન્સન(ઓપનહેઇમર,
શ્રેષ્ઠ અવાજ રસનું ક્ષેત્ર
શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ હેનરી સુગરની અદ્ભુત વાર્તા
શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી ઓપનહેઇમર
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ 20ડેઝ ધર્મશાળા Mariupol
શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ લાસ્ટ રિપેર શોપ
શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ ઓપનહેઇમર
શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ godzilla માઈનસ વન
શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ ધ ઝોન ઓફ ઈંટરેસ્ટ 
શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન પુઅર થિંગ્સ 
શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઇન પુઅર થિંગ્સ 
શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ પુઅર થિંગ્સ 
શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે અમેરિકન સાહિત્ય
શ્રેષ્ઠ ઓરિજિનલ સ્ક્રીનપ્લે પતનની શરીરરચના
શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર ફિલ્મ ધ બોય એન્ડ ધ હેરોન
એનિમેટેડ ટૂંકી ફિલ્મ યુદ્ધ સમાપ્ત થઇ ગયું છે! જ્હોન અને યોકોના સંગીતથી પ્રેરિત

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર