ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના બની મિસ વર્લ્ડ 2024, જાણો કોણ બન્યુ રનરઅપ

શનિવાર, 9 માર્ચ 2024 (23:31 IST)
miss world
 
આજે 27 વર્ષના લાંબા સમય બાદ ભારતે મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ ઈવેન્ટમાં મિસ વર્લ્ડ 2024ના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ સિની શેટ્ટીએ કર્યું હતું. આ વર્ષે આ તાજ ચેક રિપબ્લિકની ક્રિસ્ટીનાને માટે સજાયો છે. ભૂતપૂર્વ મિસ વર્લ્ડ મેગન યંગે નવી મિસ વર્લ્ડનો તાજ પહેરાવીને વર્ષો જૂની પરંપરાનું પાલન કર્યું.
 
સિની ટોપ 4માંથી આઉટ
મિસ વર્લ્ડની રેસમાંથી સિની શેટ્ટી બહાર થઇ ગઈ છે. આ સ્પર્ધામાં ટોચ 4 ફાઇનલિસ્ટમાં લેબનોન, ત્રિનિદાદ અને ટોબેગો, બોત્સ્વાના અને ચેક ગણરાજયનો સમાવેશ થાય છે. આ પહેલા ભારતીય કન્ટેસ્ટેન્ટ સિની શેટ્ટી ટોપ 8 સુધી દરેક રાઉન્ડ સરળતાથી પસાર કરતી રહી. પરંતુ યજમાન દેશની કન્ટેસ્ટેન્ટ ટોપ 4ની રેસમાંથી બહાર થઈ ગઈ
 
કરણ જોહરે કર્યું હોસ્ટ 
 71મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું ભૂતપૂર્વ મિસ વર્લ્ડ મેગન યંગ અને કરણ જોહરે હોસ્ટ કર્યું. શાન, નેહા કક્કડ અને ટોની કક્કડ જેવા લોકપ્રિય કલાકારોએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
 
આ સેલિબ્રિટી બન્યા જજ 
સ્પર્ધાની જ્યુરીમાં ઈન્ડિયા ટીવીના પ્રમુખ અને એડિટર-ઈન-ચીફ  રજત શર્મા,અભિનેત્રી પૂજા હેગડે, કૃતિ સેનન અને હરભજન સિંહ જેવી નોંધપાત્ર હસ્તીઓનો સમાવેશ થાય છે.
nita ambani
નીતા અંબાણીએ પાઠવી  શુભેચ્છા  
મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના સીઈઓ જુલિયા એવલિન મોર્લી સીબીઈએ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા મુકેશ અંબાણીને 'માનવતાવાદી પુરસકાર' અર્પણ કર્યો. આ પ્રસંગે નીતા અંબાણીએ તમામ કન્ટેસ્ટેન્ટને શુભેચ્છા પાઠવી હતી. તેમજ દરેક દેશની સુંદરીઓનું સ્વાગત કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર