જાણીતી અભિનેત્રી અને સંગીતકાર સહિત 9ના મોત

મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (14:01 IST)
kaimur accident
મોહનિયા પોલીસ મથકના દેવકલી ગામ પાસે રવિવારે (25 ફેબ્રુઆરી)ની મોડી સાંજે એક ભીષણ માર્ગ અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સ્કોર્પિયોએ બાઈક સવારને ટક્કર મારી અને પછી બીજી લેન સામે આવી રહેલ ટ્ર્ક સાથે તેની ટક્કર થઈ. સ્કોર્પિયોમાં બે મહિલાઓ સહિત આઠ લોકો સવાર હતા. બીજી બાજુ બાઈક પર એક વ્યક્તિ સવાર હતો. દુર્ઘટનામાં સૌનુ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ હતુ. આ સૌની ઓળખ થઈ ગઈ છે.  આ ઘટનામાં ભોજપુરી ગાયક છોટૂ પાંડેય અને તેમના રાઈટરનુ પણ મોત થયુ છે. 
 
મરનારામાં આ 9 લોકોનો હતો સમાવેશ 
 
છોટુ પાંડે, ઇટાઢી પોલીસ સ્ટેશન, બક્સર
 
સિમરન શ્રીવાસ્તવ, ખાનદેવપુર નઈ બસ્તી કાશી ગામ, કાનપુર, ઉત્તર પ્રદેશ
 
પ્રકાશ રાય, કમહારીયા, મુફસ્સિલ થાના પોલીસ સ્ટેશન, બક્સર
 
દધીબલ સિંહ, દેવકાલી ગામ, મોહનિયા, કૈમુર
 
અનુ પાંડેય ઈટાઢી પોલીસ સ્ટેશન, બક્સર 
 
શશિ પાંડે, ઇટાઢી  પોલીસ સ્ટેશન, બક્સર
 
સત્ય પ્રકાશ મિશ્રા ઉર્ફે બૈરાગી બાબા, પીઠાણી ગામ ઇટાધી, બક્સર (તે ગાયક છોટુ પાંડેના લેખક છે)
 
બગીસ પાંડે, ઇટાઢી બક્સર
 
આંચલ, હનુમાન નગર ચેમ્બુર, તિલક નગર, મુંબઈ, (અભિનેત્રી)
 
ઘટના સ્થળ પર પહોચ્યા અશ્વિની ચૌબે 
 
 મોડી રાત્રે ઘટનાની સૂચના મળતા જ બક્સરના સાંસદ સહ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે સદર હોસ્પિટલ ભભુઆ પહોચ્યા. અશ્વિની કુમાર ચૌબેએ કહ્યુ કે દિલ્હીથી બનારસ થતા રામગઢમાં લગ્ન સમારંભ માટે જવાનુ હતુ.  કૈમૂર ડીએમનો ફોન આવ્ય્યો અને તેમને આની માહિતી આપી. પહેલા તો મરનારાઓની ઓળખ થઈ શકી નહોતી. પછી ખબર પડી કે આમા જેટલા હતા એ બધા સારા કલાકાર હતા. મે બધા કલાકારો સાથે મંચ પર કાર્યક્રમ કર્યો છે. હ્રદયદ્રાવક ઘટનાને લઈને ખૂબ દુ: ખ થયુ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર