ટીચર્સ ડે પર ઋત્વિક રોશને તેમની આગામી ફિલ્મ સુપર 30નું ફર્સ્ટ લુક શેયર કર્યુ

બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (14:05 IST)
બોલીવુડ એક્ટર ઋત્વિક રોશને પોતાની આવનારી ફિલ્મ સુપર 30 નુ પ્રથમ પોસ્ટર આજે રજુ કરી દીધુ છે.  પટનામાં આર્થિક રૂપથી નબળા વિદ્યાર્થીઓને આઈઆઈટીની કોચિંગ આપનારા આનંદ સરના જીવન પર બની રહેલી આ ફિલ્મને લઈને દર્શકોમાં શરૂઆતથી જ ખૂબ એક્સાઈટમેંટ હતુ. ઋત્વિકના લુકને લઈને પણ ચર્ચા હતી કે તે કેવા પ્રકારનુ હશે.  સ્ટાઈલ કિંગ ઋત્વિક એક સાધારણ લુકમાં કેવા દેખાશે. હવે આ બધી ચર્ચાઓ પર બ્રેક લગાવતા જે પ્રથમ પોસ્ટર રજુ થયુ છે તે તેમનુ લુક બતાવે છે. 
 
 
આ પોસ્ટર જોઈને તમને અગ્નિપથવાળા ઋત્વિઇકની યાદ આવી શકે છે. પોસ્ટર બ્લેક એંડ વ્હાઈટ છે. જેવુ કે તમે જોઈ શકો છો કે પોસ્ટરના નીચલા ભાગ પર બાળકો ગુલેલથી નિશાન સાધી રહ્યા છે. અબ રાજા કા બેટા રાજા નહી બનેગા.. ની ટૈગ લાઈન સાથે રજુ આ પોસ્ટર કંઈ ખાસ ઈમ્પ્રેસિવ નથી લાગતુ હવે દર્શકોની આશાઓ ટ્રેલર સાથે જોડાય ગઈ છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર