બોલીવુડના જાણીતા અભિનેતા આમિર ખાનનો આજે જન્મ દિવસ છે. આમિર ખાન આજે બોલીવુડના ચમકતા સિતારાઓમાંથી એક છે. કારણ કે તેમનો પોતાનો એક જુદો જ અંદાજ હોય છે. તેઓ ભીડમાંથી કાયમ કંઈક અલગ કરવાની કોશિશ કરે છે. તેમના લાખો ફેંસનુ માનવુ છે કે આમિર એકમાત્ર એવા કલાકાર છે જેમને પોતાની દરેક ફિલ્મમાં એક નવા અવતારમાં જોશો. આમિર જ્યારે પણ પોતાના લુકમાં કોઈ ફેરફાર કરે છે તો તે એક ફેશન બની જાય છે. આવો જાણીએ આમિરના ખાસ 6 અનોખા અને શ્રેષ્ઠ રોલ વિશે ..
- આમિર ખાનની ફિલ્મ લગાન પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેમનુ પાત્ર એકદમ જ જુદુ હતુ. લગાનમાં આમિર ગામના કોઈ ખેડૂતની જેવા દેખાય રહ્યા છે. જ્યા તેમને ધોતી અને માથા પર પાઘડી બાંધી રાખવી પડતી. જમીન સાથે જોડાયેલ આમિરે આ ફિલ્મમાં પોતાના પ્રેમાળ લુક દ્વારા સૌનુ દિલ જીતી લીધુ હતુ. આમિર ખાનને આ રોલને પ્લે કરવા માટે ગ્રામીણોની મદદ લેવી પડી હતી.
આમિર ખાન પોતાના નિર્દેશનમાં બનેલી પ્રથમ ફિલ્મ 'તારે જમીન પર' એક બાળકને કેન્દ્રમાં મુકીને બનાવી. જેમા તેઓ એક આર્ટ ટીચરના રોલમાં જોવા મળ્યા. તેમા તેમનુ નામ રામશંકર નિકુંભ છે. આ ફિલ્મમાં તેઓ સામાન્ય ટીચરથી એકદમ જુદા દેખાયા. તેમનો અભ્યાસ કરાવવાનો અંદાજ એકદમ જુદો હતો. તેઓ બાળકોને તેમની ઈચ્છા અને સપના અને તેમના વિચાર પૂછે છે અને તે અનુસાર ભણાવે છે.
તાજેતરમાં આવેલ રાજકુમાર હિરાનીની ફિલ્મમાં આમિર ખાને એક એલિયનનો રોલ પ્લે કર્યો. આમિર આ ફિલ્મમાં એકદમ જ જુદા દેખાય છે. તેમનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવ્યો. આ રોલમાં તેમના ચેહરા પર માસુમિયતનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો. આ ઉપરાંત આ ફિલ્મમાં આમિરે રાજસ્થાની ઘાઘરો પહેર્યો છે. એટલુ જ નહી હોઠ પર લિપસ્ટિક પણ લગાવી છે. અનેક સ્થાન પર તો તેઓ સ્કર્ટમાં જોવા મળે છે.