ગલવાનમાં ચીની સેના સાથે ઝડપમાં શહીદ જવાનોને વિક્કી કૌશલની સલામ

બુધવાર, 17 જૂન 2020 (10:51 IST)
એલએસી પર ચીની સેના સાથેની હિંસક અથડામણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. મળતી માહિતી મુજબ ચીનમાં આ અથડામણમાં 43 સૈનિકો પણ માર્યા ગયા છે. જો કે, ચીન દ્વારા આની ચોખવટ થઈ નથી. ભારતીય સૈન્યને આ મોટી ખોટ પર અભિનેતા વિકી કૌશલે ટ્વિટર પર પોતાના વિચાર  લખ્યા છે.
 
વિક્કી કૌશલે ટ્વિટ કર્યું, "હું આપણા એ વીર જવાનોને સલામ કરુ છુ જે ગલવાન ઘાટીમાં બહાદુરીથી લડ્યા અને આપણા રાષ્ટ્રના ગૌરવ માટે ખુદ શહીદ થઈ ગયા.  હું તેમના પરિવારોને દિલથી સાંત્વના આપું છું. જય હિન્દ."  વિક્કીના આ ટ્વિટ પર, તમામ ચાહકોએ ગલવાન અથડામણ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે.
 
તમામ યુઝર્સે વિકી કૌશલની ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકની તસ્વીરો, ક્લિપ્સ અને સંવાદો લખ્યા છે. ઘણા લોકો આ ઘટના પછી ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી રહ્યા છે. લોકો આ ઘટનાને ઉરી સાથે કનેક્ટ કરીને જોઈ રહ્યા છે જ્યારે ભારતે પોતાના વીરોના સ્વાભિમાનનો બદલો લીધો હતો. 
 
ઉરી અને પુલવામાંમાં ભારતને નુકશાન પહોચાડનારો દુશ્મન પણ ચીનનો દોસ્ત પાકિસ્તાન જ હતો. આ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે બદલો લીધો હતો.  ઉરીમાં થયેલ હુમલામાં ભારતના જવાન 19 જવાન શહીદ થઈ ગયા હતા.  આ હુમલો સવારે સાઢા પાંચ વાગે આતંકવાદીઓએ ઉરીમાં સ્થિત ભારતીય સેનાના બ્રિગેડ હેડકવાર્ટર પર કર્યો હતો.  આતંકવાદીઓએ 3 મિનિટમાં 17 હૈંડ ગ્રેનેડ ફેક્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર