Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

ગુરુવાર, 13 જૂન 2024 (13:11 IST)
Happy Birthday Disha Patani: વર્ષ 2016માં અભિનય કરિયરની શરૂઆત કરનાર આ પ્રતિભાશાળી અભિનેત્રી તેની ફિલ્મો કરતાં તેના અફેરને કારણે વધુ ચર્ચામાં રહી છે. આ અભિનેત્રીને ત્રણ વખત પ્રેમ થયો, પરંતુ દરેક વખતે તે પ્રેમમાં દગો ખાધો. આ અભિનેત્રીએ પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો રિજેક્ટ પણ કરી છે.
 
32 વર્ષની એ અભિનેત્રી જેમણે ખૂબ ઓછી વયથી પૈસા કમાવવા શરૂ કરી દીધા હતા. બનવુ હતુ પાયલોટ પણ નસીબે તેને અભિનેત્રી બનાવી દીધી. અભિનયમાં તેનો ઈંટરેસ્ટ વધવાથી અભિનેત્રીએ મોડલિંગ માટે પોતાનો અભ્યાસ પણ છોડી દીધો. આ અભિનેત્રીએ સાઉથથી પોતાની સિને કરિયરની શરૂઆત કરી હતી.
 
આજે અમે  જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે દિશા પાટણી  છે જે આજે પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર દિશાને પહેલો બ્રેક સાઉથ સિનેમામાં મળ્યો. અભિનેત્રીએ તેની અભિનય કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'લોફર'થી કરી હતી. તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ વધારે તેની પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહે છે
 
ડેબ્યુ ફિલ્મથી મળી ઓળખ 
દિશા પાટનીએ વર્શ 2016મા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીની સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.  દિશા તેની પ્રથમ ફિલ્મ પછી નેશનલ ક્રશ બની ગઈ હતી. આ ફિલ્મમાં તેની અને સુશાંતની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. દિશાને આ ફિલ્મનુ કૌન તુઝે યૂં પ્યાર કરેગાનું એક ગીત ખૂબ જ પસંદ આવ્યું હતું. દિશા પાટની અને એક્ટર ટાઈગર શ્રોફ ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. રિપોર્ટ્સનું માનીએ તો ટાઇગર અને દિશાના સંબંધો 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તૂટી ગયા છે. જોકે, એલેક્ઝાન્ડર એલેક્સે દિશા પટણી સાથેના તેના અફેરના સમાચારોને ફગાવી દીધા હતા. એલેક્ઝાંડરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે દિશાનો સારો મિત્ર છે અને તેઓ ઘણીવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે.
 
ત્રણ વાર તૂટ્યુ દિલ 
દિશા પાટની બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જે તેના કામ કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. અત્યાર સુધી આ અભિનેત્રીનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ગયું છે. 'કસૌટી જિંદગી કી 2' ના એક્ટર  પાર્ત સમથાન સાથે પણ જોડાયુ હતુ. ઝૂમમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ દિશા અને પાર્થ એ વર્ષ 2013માં એકબીજાને ડેટ કરતા હતા. દિશા એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે 2016ની ફિલ્મ 'એમએસ ધોની'માં જોવા મળી હતી. તે દરમિયાન સુશાંત સાથેના તેના અફેરની ઘણી ચર્ચા થઈ હતી. આ સાથે જ તેનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે પણ જોડાયું હતું. તે લાંબા સમયથી બોલિવૂડ સ્ટાર ટાઈગર સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ થોડા સમય પહેલા જ  બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર