શત્રુધ્ન સિન્હાના ઘરે જલ્દી વાગશે શહેનાઈ, જાણો ક્યારે થઈ રહ્યા છે સોનાક્ષી સિન્હાના લગ્ન

સોમવાર, 10 જૂન 2024 (13:26 IST)
sonakshi sinha
 સંજય લીલા ભંસાલીની સીરીઝ હીરામંડીમાં ફરદીનના પાત્રથી લોકોનુ દિલ જીતનારી અભિનેત્રી સોનાક્ષી સિન્હા લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. જી હા રકુલ પ્રીત સિંહ, કૃતિ ખરબંદા અને તાપસી પન્નુ પચી હવે અભિનેત્રી સોનાક્ષી સિન્હા પોતાની લાઈફનુ નવુ ચેપ્ટર શરૂ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ધ ગ્રેટ ઈંડિયન  કપિલ શો માં પણ લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. જો કે તેમણે તેના પર સાર્વજનિક કશુ કહ્યુ નથી.  પણ હવે આ કન્ફર્મ થઈ ચુક્યુ છે કે 37 વર્ષની સોનાક્ષી દુલ્હન બનવા માટે તૈયાર છે.  ચાલો જાણીએ અભિનેત્રી કયા દિવસે જહીર સાથે લગ્નના બંધનમાં બંધાશે ?
 
સોનાક્ષી સિન્હા આ દિવસે બનશે ઝહીરની દુલ્હન 
રિપોર્ટ મુજબ સોનાક્ષી સિન્હા 23 જૂનના રોજ મુંબઈમાં પોતાના લૉન્ગ ટાઈમ બોયફ્રેંડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. બીજી બાજુ એવુ કહેવાય છે કે તેમના લગ્ન ફક્ત ખાસ મિત્રો અને ફેમિલી ઉપરાંત હીરામંડીની કાસ્ટને પણ ઈનવાઈટ કરવામાં આવયા છે. એવુ કહેવાય છે કે લગ્નના નિમંત્રને મેગેઝીન કવરની જેમ ડિઝાઈન કરવામાં આવ્યુ છે. જેના પર લખ્યુ છે અફવા સાચી છે.  હાલ અફવા એ પણ છે કે દબંગ ગર્લના લગ્નમાં મેહમાનોને ફોર્મલ આઉટફિટ પહેરીને આવવાનુ કહેવામાં આવ્યુ છે અને લગ્નનો ઉત્સવ મુંબઈના બૈસ્ટિયનમાં ઉજવાશે. જો કે હાલ તેના પર આ અભિનેત્રીએ અને તેમની ફેમિલી તરફથી કોઈ અપડેટ સામે આવ્યુ નથી. 
 
કોણ છે સોનાક્ષી સિન્હાનો થનારો પતિ 
ઉલ્લેખનીય છે કે ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન ફેમિલી સાથે રિલેટેડ છે.  તેમના પિતા ઈકબાલ રતાંસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે. ઝહીરના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ 2019માં ફિલ્મ નોટબુક દ્વારા ડેબ્યુ કર્યુ હતુ. પહેલીવાર સોનાક્ષીએ ઝહીર સાથે ફિલ્મ ડબલ એક્સલમાં કામ કર્યુ હતુ. જો કે બંનેની મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. જ્યારબાદ પહેલા બંને વચ્ચે દોસ્તી થઈ અનેન પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો.  જો કે આ કપલે હંમેશા પોતાના રિલેશનને ખૂબ પર્સનલ રાખ્યા છે. પણ તેમની પબ્લિક અપીયેરેંસ અને સોશિયલ મીડિયા પોસ્ટ તેમની લવ સ્ટોરી બતાવી રહી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર