'મહારાજ' બન્યો આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન, પહેલી ફિલ્મનુ પોસ્ટ થયુ રજુ

બુધવાર, 29 મે 2024 (13:26 IST)
બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન પોતાના ડેબ્યૂ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.. લાઈમલાઈટથી દૂર રહેનારા જુનૈદ લાંબા સમયથે પોતાની પહેલી ફિલ્મને લઈને ચર્ચામાં છે.  જેનુ પહેલુ પોસ્ટર હવે રજુ કરવામાં આવ્યુ છે.  જુનૈદની પહેલી ફિલ્મ મહરાજ છે, જેમા તેમની સાથે જયદીપ અહલાવત પણ જોવા મળશે.   તાજેતરમાં જ મેકર્સ દ્વારા ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં જુનૈદ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. જુનૈદની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ' આ વર્ષે જૂનમાં રિલીઝ થશે. આ ફિલ્મ 14 જૂન 2024ના રોજ રિલીઝ થશે. પરંતુ, આમાં સૌથી મહત્વની વાત એ છે કે યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે. હા, તમે સાચું સાંભળ્યું છે, જુનૈદ ખાનની પહેલી ફિલ્મ OTT પ્લેટફોર્મ 
 
આમિરના પુત્ર જુનૈદનુ ડેબ્યુ 
ફિલ્મમેકર સિદ્ધાર્થ પી. મલ્હોત્રા જે પોતાની ફિલ્મો વી આર ફેમીલી અને હિચકી માટે જાણીતા છે.. મહારાજ ની સાથે પોતાના ઓટીટી દાયરેક્ટોરિયલ ડેબ્યુ કરવા માટે એકદમ તૈયાર છે. જે આમિરના પુત્ર જુનૈદ ખાનના એક્ટિંગનો ડેબ્યુ છે.  સિદ્ધાર્થ પોતાના શાનદાર સ્ટોરીટેલિંગ અને બેસ્ટ ડાયરેક્શન માટે જાણીતા છે.  તેમણે પ્રોજેક્ટ માટે પહેલા પોસ્ટરનુ અનાવરણ કર્યુ.  ફર્સ્ટ લુકે ઈંટરનેટ પર જાણે કે આગ લગાવી દીધી.  જેમા જુનૈદ ખાન અને જયદીપ અહલાવત જોવા મળી રહ્યા છે. મહારાજ સાથે ફિલ્મમેકરે એકવાર ફરી દર્શકોનુ ધ્યાન ખેચ્યુ છે. 
 
 મહારાજ ફિલ્મની કાસ્ટ 
આ પહેલ પ્રોજેક્ટ વિશે વાત કરતા મલ્હોત્રાએ શેયર કર્યુ કે ફિલ્મ 1980ના દસકા પર આધારિત છે અને બે ઘટનાઓથી પ્રેરિત છે.  આ એક ફિલ્મ છે જે બતાવે છે કે કેવી રીતે એક સામાન્ય માણસ તેની આસપાસના લોકોને મદદ કરવા માટે હિંમત કેળવે છે, જે સમાજને મોટા પ્રમાણમાં મદદ કરે છે. આ પ્રોજેક્ટમાં જુનૈદ ખાન ઉપરાંત જયદીપ અહલાવત, શર્વરી વાળા અને શાલિની પાંડે મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ વિપુલ મહેતા અને સ્નેહા દેસાઈએ લખી છે. પ્રથમ પોસ્ટરના અનાવરણથી દિગ્દર્શક સિદ્ધાર્થ પી મલ્હોત્રાની શાનદાર કારકિર્દીમાં વધુ એક સીમાચિહ્નરૂપ બનીને એક આકર્ષક અને દૃષ્ટિની અદભૂત ફિલ્મ માટેનો તબક્કો સેટ થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર