ક્રિશનની માતા પ્રેમિલા પરેરા આનંદથી છવાઈ ગઈ હતી કારણ કે તેણે પરિવાર સાથે સારા સમાચાર શેર કર્યા હતા. અભિનેત્રી સાથેની માતાના વીડિયો કોલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે માતાનો પ્રયાસ ઓછો નહોતો! તેણે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. તો બીજી તરફ વિડીયો કોલના બીજા છેડે ક્રિષ્ન રડી રહ્યો છે. આંખોમાં ખુશીના આંસુ દેખાય છે.