Chhaava Trailer: ‘મોત કે ઘુંઘરુ પહેનકર...' જેવા ડાયલોગથી દમદાર જોવા મળ્યુ 'છાવા' નુ ટ્રેલર, બે કલાકમાં મળ્યા 15 લાખ વ્યુઝ
ગુરુવાર, 23 જાન્યુઆરી 2025 (13:30 IST)
chhava trailer
વિક્કી કૌશલની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'છાવા' નુ ટ્રેલર રજુ થઈ ચુક્યુ છે. ફેંસ તેનો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ટ્રેલરમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજના દમદાર પાત્રમાં જોવા મળી રહ્યા છે. મૈડોક ફિલ્મના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનુ ટ્રેલર ત્રણ મિનિટ આઠ સેકંડનુ છે. આ ટ્રેલરને બે કલાકમાં 15 લાખ વ્યુઝ મળી ચુક્યા છે.
ટ્રેલરમાં જોવા મળી ફિલ્મની આ ખાસ વાતો
- આ પાત્ર માટે વિક્કી પોતાનો અવાજ ભારે કર્યો છે. જેને કારણે તેમનુ પાત્ર વધુ દમદાર લાગી રહ્યુ છે.
- અક્ષય ખન્ના આ ફિલ્મમાંથી લાંબા સમય પછી વિલનના રોલમાં કમબેક કરી રહ્યા છે.
- ફિલ્મમાં વિક્કી કૌશલ ગદા અને તલવાર સહિત જુદા જુદા શસ્ત્ર ચલાવતા જોવા મળી રહ્યા છે.
- ફિલ્મમાં દમદાર એક્શન સીન હોવાની સાથે સાથે સારા ડાયલોગ્સ પણ છે.
- ફિલ્મમાં વિક્કી કૌશલ ગદા અને તલવાર સહિત જુદા-જુદા શસ્ત્ર ચલાવતા જોવા મળી રહ્યા છે.
- ફિલ્મમાં દમદાર એક્શન સીનની સાથે-સાથે સારા ડાયલોગ્સ પણ છે.
ટ્રેલરમાં જોવા મળ્યો વિક્કીનો દમદાર અંદાજ
ટ્રેલરની શરૂઆતથી લઈને અંત સુધી અનેક દમદાર ડાયલૉગ સાંભળવા મળે છે. એક સીનમાં વિક્કી કૌશલ દુશ્મનની છાતી પર પગ મુકીને કહેતા જોવા મળે છે, " હમ શોર નહી કરતે હૈ, સીધા શિકાર કરતે હૈ" ટ્રેલરમાં રશ્મિકા મંદાના પણ જોવા મળી છે. ફિલ્મમાં તેમણે સંભાજી મહારાજની પત્નીનુ પાત્ર ભજવ્યુ છે. ફિલ્મના ટ્રેલરમાં વિક્કી, રશ્મિકા અને અક્ષય ઉપરાંત આશુતોષ રાણા, વિનીત કુમાર સિંહ, દિવ્યા દત્તા અને ડાયના પેંટી જેવા કલાકાર પણ જોવા મળ્યા છે.
આ ડાયલોગ્સ પણ છે ખાસ
- ફાડ દેગે મુગલ સલ્તનત કી છાતી અગર મરાઠા સામ્રાજ્ય કે વિરુદ્ધ સોચને કી જુર્રત કી.
- હમ શોર નહી કરતે, સીધા શિકાર કરતે હૈ..
- વિશ્વાસ આપકા સાથ હૈ.. તો યુદ્ધ લગે તહેવાર
- હમારી મોત મરાઠો કે ઘર એક નયા શિવા... એક નયા સાંભા પેદા કરેગી
ભવ્ય સેટ અને શાનદાર સિનેમૈટોગ્રાફીને જોયા બાદ લોકોની આ ફિલ્મ દ્વારા આશાઓ ખૂબ વધુ બંધાય રહી છે. ફિલ્મમાં અક્ષય ખન્ના પણ છે. જેને પહેલી નજરમાં વધુ લોકો ઓળખી શકે. 'છાવા'માં તેમણે ઔરંગજેબનુ પાત્ર ભજવ્યુ છે. આ ટ્રેલરના એક સીનમાં તેમનો ડાયલોગ્સ જોવા મળી રહ્યો છે, 'પૂરે ખાનદાન કી લાશ પર ખડે હોકર હમને એ તાજ પહેના થા, ઉસે દોબારા ઉસી વક્ત પહેનેંગે જબ સાંભાજી કી ચીખ ગૂંજેગી'