બધાને Sorry ...હું આ દુનિયામાં નહીં રહી શકું' દિવ્યાએ મરતા પહેલા હોસ્ટેલમાં આત્મહત્યા કરી

મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (09:57 IST)
રાજસ્થાનમાં કોચિંગ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ અટકી રહી નથી. કોટા બાદ હવે જયપુરની માલવિયા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MNIT)ની હોસ્ટેલમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં પ્રથમ વર્ષની વિદ્યાર્થીની દિવ્યા રાજે હોસ્ટેલની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી છે, જેમાં વિદ્યાર્થિનીએ પોતાની પીડા અને માનસિક તણાવનો ઉલ્લેખ કર્યો છે.
 
શું છે મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યા રાજ રાજસ્થાનના પાલી જિલ્લાના નરલાઈ ગામની રહેવાસી હતી અને તેણે છ મહિના પહેલા જ MNITમાં એડમિશન લીધું હતું. રવિવારે રાત્રે તેણે તેની બહેન નિશા સાથે ફોન પર 15 મિનિટ વાત કરી હતી, પરંતુ વાતચીતમાં કોઈ તણાવના સંકેત મળ્યા નહોતા. થોડા સમય બાદ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર