બોલિવૂડલાઈફ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, કિયારા અને સિદ્ધાર્થનો સંબંધ હજુ લગ્નના પ્રારંભિક તબક્કામાં છે. રિપોર્ટમાં કેટરિના અને વિકી કૌશલના લગ્નને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કેટરિના અને વિકી કૌશલની લવ સ્ટોરીમાં શું થયું તે આપણે બધા જાણીએ છીએ. બંનેએ પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. કિયારા અને સિદ્ધાર્થ પણ આવું જ કંઈક કરી શકે છે.