દિવંગત શ્રીદેવીના બંગલા દ્વારા મોટી રકમ કમાવશે બોની-જાહ્નવી કપૂર, બનાવી દીધી હોટલ હોમ સ્ટે સિ

શનિવાર, 4 મે 2024 (16:00 IST)
sridevi
સ્વર્ગીય શ્રીદેવીએ બોલિવૂડમાં કામ કરતા પહેલા તમિલ ફિલ્મોમાં હાથ અજમાવ્યો હતો. તમિલ ઈન્ડસ્ટ્રીની સાથે તેણે બોલિવૂડમાં પણ પોતાની અભિનય કુશળતા ફેલાવી. શ્રીદેવીને શરૂઆતથી જ બોલિવૂડ અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પ્રત્યે ઊંડો પ્રેમ હતો. તેમને મહેનતની કમાણીથી ચેન્નઈમાં આટલો મોટો બંગલો ખરીદ્યો હતો.  જાહ્નવી  કપૂરે આ બંગલામાં બાળપણ વિતાવ્યું હતું. હવે આ બંગલામાં કોઈપણ રહી શકશે. આ બંગલામાં ભારત અને વિદેશથી ચેન્નાઈ આવનારા લોકો મહેમાન તરીકે રહી શકે છે. તે અહીં હોમ સ્ટે કરી શકે છે.
 
જાહ્નવી કપૂરે ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર દિવંગત માતા શ્રીદેવીના ચેન્નઈવાળા ઘરની ઝલક ફેંસને બતાવી.  તેમણે કહ્યુ કે તેની સાથે જોડાયેલ પોતાના બાળપણની યાદો શેયર કરી. ચેન્નઈમાં શ્રીદેવીને ઘરને વેકેશન રેંટલ કંપની એયરબીએનબી ની આઈકોંસ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ છે. આ કેટેગરીમાં શ્રીદેવીનુ ઘર લિસ્ટેડ હોવાનુ એનાઉંસમેંટ ઈવેટ પણ થયો. 
 
જાહ્નવી કપૂરે લોંચ ઈવેંટમાં કહ્યુ, મને લાગે છે કે આ ઘર મારી માતાની વિરાસત છે. આપણા બધાના જીવનમાં એક ખાસ ચૈપ્ટરનુ સિમ્હોલ છે. કામ શરૂ કર્યા પછી આ તેમની પહેલી મોટી ખરીદી હતી અને સત્યમાં આ તેમની ખૂબ કિમંતી પ્રોપર્ટી છે.  જાહ્નવીએ બાળપણના ઘરની સૌથી પ્રિય યાદો સંભળાવતા કહ્યુ, મોટા થતા તે હંમેશા જીવનમાં એક વિષયની જેમ હતો. મારી મમ્મીને બીચ ખૂબ ગમતો હતો" 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Janhvi Kapoor (@janhvikapoor) द्वारा साझा की गई पोस्ट

 
શ્રીદેવીના આ બંગલામાં શુ મળશે સુવિદ્યા  
જાહ્નવી કપૂરે કહ્યુ, અહી ખૂબ સારી ઉર્જા છે. અમે આ ઘરમાં અનેક યાદો બનાવી છે. એક અમેજિંગ વ્યુ, સમુદ્ર તટ સુધી પહોચી અને આરામ કરવા સાથે રહેવા માટે આ એક સારુ સ્થાન છે. એયરબીએનબી પ્રોપર્ટીમાં આવનારા ગેસ્ટ સાઉથ ઈંડિયન ફુડને એંજોય કરી શકે છે.  સાથે જ સમુદ્રના વ્યુ સાથે યોગ પ્રેકટિસ કરી શકે છે. આ 12 મે થી રેંટ માટે મળી રહેશે. જો કે આ રેટ હજુ સુધી બતાવ્યા નથી.  
 
શ્રીદેવીના બંગલામાં રહેવા માટે તમારે Airbnb એપ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, Airbnb પર આઇકોનિક કેટેગરીમાં સૂચિબદ્ધ પ્રોપર્ટીનું ભાડું $100 (8338.45 રૂપિયા) કરતાં ઓછું છે. શ્રીદેવીનું ઘર પણ આઇકોનિક કેટેગરીમાં સામેલ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર