Corona: અક્ષય કુમાર પોલીસકર્મીઓની છે ચિંતા, મુંબઈ પછી હવે નાસિક કોપ્સની આ રીતે કરી મદદ

શનિવાર, 16 મે 2020 (13:15 IST)
કોરોનામાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર લોકોની મદદ કરવામાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા  તેમણે મુંબઈ પોલીસને કોરોના સામેની લડાઈમાં મદદ કરી હતી. હવે તેમણે નાશિક પોલીસને 500 સ્માર્ટ ઘડિયાળ આપી છે. 
 
 આ સ્માર્ટ વોચ કોરોનાના સંકેતોને ટ્રૈક કરશે.  અક્ષય કુમાર સરકાર, સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સને મદદ કરવામાં પણ આગળ છે. તાજેતરમાં જ તેણે મુંબઈ પોલીસને 1000 કાંડા વૉચ આપ્યા હતા. આ સ્માર્ટ ઘડિયાળો હતી જે વાયરસના લક્ષણોને ટ્રેક કરે છે.
 
45 વર્ષથી ઉપરની વયના પોલીસ આ સ્માર્ટ ઘડિયાળ પહેરશે
ત્યારબાદ તેમણે હવે નાસિક પોલીસને આ 500 સ્માર્ટ ઘડિયાળ આપ્યા છે. આ ઘડિયાળો 45 વર્ષથી વધુ ઉંમરના પોલીસ દ્વારા પહેરવામાં આવશે. તેમા શરીરનું તાપમાન, હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર કોવિડ ડેશબોર્ડ પર  એકત્રિત થશે . BMI અને સ્ટેપ રેકોર્ડ્સ પણ સતત ટ્રેક કરવામાં આવશે.
 
સામાન્ય લોકો માટે  પણ આ સ્માર્ટ વૉચ ઉપલબ્ધ થશે
આ સ્માર્ટ વૉચ સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ થશે પરંતુ પ્રથમ કોરોના સામે લડતા ફ્રન્ટલાઈન કામદારોને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં પોલીસ કોરોના સંક્રમણની ચપેટમાં  આવી ગયા છે. નાસિક પોલીસ કમિશનર વિશ્વાસ નાંગ્રે પાટીલે અક્ષય કુમારનો આભાર માન્યો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર