માસ્ક અને ટેસ્ટિંગ કીટ્સ માટે આપ્યા રૂપિયા
કોરોના વાયરસથી મુક્તિ મેળવવા આખું વિશ્વ પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં બોલીવુડના સેલીબ્રિટી સોશિયલ મીડિયા પર લોકોને અવેયર કરવાની સાથે જ ફાઈનેંશિયલ મદદ પણ દિલ ખોલીને મદદ કરી રહ્યા છે. અગાઉ 25 કરોડ વડા પ્રધાન રાહત ફંડમાં આપ્યા બાદ અક્ષય કુમારે BMC ને 3 કરોડ રૂપિયા આપ્યા છે. અહેવાલો અનુસાર અક્ષયે આ રકમ કામદારોને માસ્ક અને ટેસ્ટીંગ કીટ વગેરે ખરીદવા માટે આપી છે.