આમિર ખાનના પુત્રની ફિલ્મોમાં એન્ટ્રી

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (15:01 IST)
Aamir Khan Son Junaid Khan- બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો મોટો પુત્ર જુનૈદ ખાન પણ ફિલ્મોમાં સફળ એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન યશ રાજ બેનર (YRF) ફિલ્મમાં અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. પરંતુ તેની ડેબ્યુ ફિલ્મની રિલીઝ પહેલા તેને વધુ એક પ્રોજેક્ટ મળી ગયો છે.
 
દંગલ અભિનેતા બાદ હવે તેનો મોટો પુત્ર જુનૈદ ખાન પણ દર્શકોને પોતાની એક્ટિંગ બતાવવાની તૈયારી કરી રહ્યો છે. યશ રાજ સાથે ડેબ્યૂ કરવા જઈ રહેલા જુનૈદને પડદા પર આવતા પહેલા જ સાઉથની અભિનેત્રી સાથે મોટી ફિલ્મ મળી ગઈ હતી.
 
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ્સ અનુસાર, દુનિયાને પોતાની એક્ટિંગ ટેલેન્ટ બતાવતા પહેલા જ જુનૈદ ખાનને સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ સાઈ પલ્લવી સાથે એક ફિલ્મ મળી છે. જેના પર તેણે કામ પણ શરૂ કરી દીધું છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર