જ્યોતિષ મુજબ અખાત્રીજ પર સોનુ ખરીદવુ ખૂબ જ શુભ હોય છે. જેની પાછળની ધાર્મિક માન્યતા એ છે કે આ દિવસે પ્રાપ્ત ધઅને અને સંપત્તિ ખૂબ જ લાભકારી હોય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ખરીદવામાં આવેલ વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે અને શુભ ફળ આપે છે. આમ તો આ દિવસે સોનુ ખરીદવુ શુભ હોય છે પણ જો તમે કોઈ કારણસર સોનુ ન ખરીદી શકો તો કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સાથે જ આ વસ્તુઓ પણ મા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની કૃપા અપાવે છે. તો ચાલો આજે જાણીએ અખાત્રીજ પર તમે સોનુ ઉપરાંત કંઈ વસ્તુઓ ખરીદી શકો છો તેના વિશે..
જવ - એવી માન્યતા છે કે અખાત્રીજના દિવસે જો સોનુ ન ખરીદી શકો તો આ દિવસે તમે જવ ખરીદી શકો છો. શાસ્ત્રોનુ માનીએ તો જવ ખરીદવા પણ સોનુ ખરીદવા જેટલુ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણોમા અર્પિત કરો. પછી તેને લાલ કપડામાં બાંધીને મુકી દો. તેનાથી તમારી ધન દોલતનો ખજાનો વધતો જશે