Akshaya Tritiya 2023 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ શુભ હોય છે. અખાત્રીજ પર લક્ષ્મીનુ પૂજન કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે જેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અખાત્રીજ આ વર્ષે 22 એપ્રિલ, શનિવારે છે.
- આ દિવસે સાત્વિક ભોજન કરો. ભગવાનને નૈવેદ્ય જરૂર લગાવો. કંકાસ કે ઝગડાથી બચો.
-આ દિવસે કરાયેલા કાર્ય અક્ષય થઈ જાય છે. તેથી દિવસે શુભ કર્મ કરવા જોઈએ.
- ગરીબ લોકોને યથાશક્તિ દાન કરો
- આ દિવસે કેસર અને હળદથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે.
- આ દિવસે કરવામાં આવેલ કર્મ અક્ષય થઈ જાય છે. તેથી આ દિવસે શુભ કર્મ કરવા જોઈએ.
- સોના કે ચાંદીના લક્ષ્મીની ચરણ પાદુકા લાવીને ઘરમાં મુકો અને તેની નિયમિત પૂજા કરો.